ખેલ મહાકુંભ 3.0 : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમા રાજકોટ જિલ્લાના 9 થી 60 વર્ષના 1 લાખથી વધુ રમતવીરો લેશે ભાગ
- રાજકોટ અને પડધરી તાલુકામાં સૌથી વધુ સ્પર્ધકો : 60 વર્ષથી વધુની કેટેગરીમાં પડધરી મોખરે
આગામી તા.4થી જાન્યુઆરીથી રાજકોટના આંગણે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવવા જય રહ્યા છે ત્યારે આ ખેલ મહાકુંભ રમતોત્સવમાં રાજ્યભરમાંથી 63 લાખ જેટલા સ્પર્ધકો વિવિધ 24 રમતોમાં પોતાનું કૌવત દેખાડશે, રાજ્યકક્ષાના આ ખેલ મહાકુંભમાં રાજકોટ જિલ્લાના કુલ 1,88,660 રમતવીરો ભાગ લઈ રહ્યા છે જેમાં અનુક્રમે રાજકોટ અને પડધરી તાલુકાના ખેલાડીઓ સૌથી વધુ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડથી આગામી તા.4 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ રમતોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં રાજ્યભરમાંથી 9 વર્ષથી લઈ 60 વર્ષથી વધુ સુધીના કુલ 63 લાખ રમતવીરો અલગ અલગ 24 પ્રકારની રમતોમાં ભાગ લેનાર છે જેમાં રાજકોટ જિલ્લામાંથી કુલ 1,88,660 ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે, આ રમતોત્સવમાં રાજકોટ તાલુકામાંથી સૌથી વધુ 32274 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને પડધરી તાલુકામાંથી 28835 ખેલાડીઓ નોંધાયા છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના સૌથી વધુ 56 ખેલાડીઓ પડધરી તાલુકામાંથી નોંધાયા હોવાના આંકડા સામે આવ્યા છે.
ખેલ મહાકુંભમાં નોંધાયેલ ખેલાડી
- પડધરી – 28835
- રાજકોટ – 32274
- લોધીકા – 18138
- કોટડા સાંગાણી – 12492
- જસદણ – 18584
- ગોંડલ – 17393
- જામકંડોરણા – 8317
- ઉપલેટા – 112164
- ધોરાજી – 13144
- જેતપુર – 15573
- વિછિયા – 11746