અયોઘ્યામાં રામ જન્મભૂમિનાં દર્શને જસદણના અગ્રણી અશોકભાઈ ચાવ
-પીઠાધિશ્વર કમલનયનદાસ, રામ જન્મભૂમિના અધ્યક્ષ ગુરુશ્રી મહંત શ્રી નૃત્ય ગોપાલદાસજીનાં આશીર્વાદ મેળવ્યા
રાજકોટ
મહાકુંભ મેળા અને કાશી યાત્રા પૂર્ણ કર્યા બાદ સાત મોક્ષદાયની નગરીઓમાની એક એટલે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોઘ્યા. આ પવિત્ર નગરીમાં ‘જય શ્રી રામ’ના નારા સાથે શ્રીરામની જન્મભૂમિ મંદિરમાં જસદણથી રાજગોર સમાજના ઉપપ્રમુખ અશોકભાઈ એમ ચાવ સહિતના આગેવાનોએ દર્શન કર્યા હતા.
તેઓએ શ્રી રામે જ્યાં જળ સમાધી લીધી તે પવિત્ર નદી સરયુમાં સ્નાન કર્યું. સરયુ નદીમાં નૌકા વિહાર પણ કર્યું. અહી અનેક સંતો મહંતો સાથે સત્સંગનો પણ લાભ મળ્યો. મહાકુંભ મેળાની જેમ અયોધ્યામાં પણ દેશ વિદેશમાંથી ભાવિકો ઉમટયા હતા. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપરાંતના પણ કેટલાક ધાર્મિક સ્થળોના દર્શન કર્યા હતા.
જેમાં રાજગોર જ્ઞાતિ અગ્રણી સુરેશભાઈ જોષી, હરેશભાઈ જોષી, અમરેલીથી હેલો સૌરાષ્ટ્ર ન્યુઝ અમરેલી જિલ્લા ચીફ રિપોર્ટર પંકજભાઈ મહેતા જોડાયા હતા.