પેટા..વીરનગર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અભિષેક દેવમોરારીએ આટકોટ ભાડાના મકાનમાં ફાંસો ખાધો, પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી
વોઇસ ઓફ ડે, રાજકોટ
જસદણ તાલુકાના વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેક દેવમોરારીએ સ્યુસાઇડ નોટમાં ‘હું જીવનથી કંટાળી ગયો છુ’ તેવું લખી આટકોટ ભાડાના મકાનમાં ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી.પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વિરનગર ગ્રામ પંચાયતમાં છેલ્લા સાત મહિનાથી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેકે ગઇકાલે આટકોટ સ્થિત ભાડાના મકાનમાં પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે જાણ થતાં જ આટકોટ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલે ખસેડી ગાંધીનગર રહેતા તેમના પરિવારને જાણ કરી હતી. દરમિયાન પોલીસને મૃતક યુવક પાસથી એક સ્યુસાઈડ મળી હતી.જેમાં લખ્યું હતું કે, ‘ હું જીવનથી કંટાળી ગયો છું. કોઈનો વાંક નથી.. ‘ બનવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.