જામનગર : દ્વારકા જતા પદયાત્રીઓ પર પથ્થરમારો, પોલીસ બંદોબસ્ત રાખવા હિન્દુ સેનાની માંગ ; જુઓ વિડીયો
હોળી-ધુળેટી પર્વને હવે પખવાડીયુ જ બાકી છે. ત્યારે યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ યોજાશે. આ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારો લોકો પગપાળા સહિત બહોળી સંખ્યામાં દર વર્ષે યાત્રીકો ઉમટી પડે છે. ત્યારે ઉત્સવના સુચારુ આયોજન જામનગરમાંથી પસાર થતાં પદયાત્રીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. દ્વારકાના દર્શનને જતા પદયાત્રીઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે સવારના સમયે પુલ નીચેથી પથ્થરમારો થયો હતો. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બૂમાબૂમ કરી હતી અને ઉપરથી અવાજ દેતા વિક્ટોરિયા ફૂલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાં 15 થી 17 વર્ષના વીધર્મી છોકરાઓ દોડતા દેખાયા હતા જેની જાણ હિંદુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી.
આ ઘટનાની જાણ હિંદુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી. હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થર બાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા પરની મસ્જિદો કે દરગાહ નજીક પોલિસ બંદોબસ્ત ગોઠવવો તેવી હિન્દુ સેનાએ પોલીસ પ્રશાસન પાસે માગણી કરી હતી.
આ બનાવ બાદ પોલીસ તંત્રએ પણ ખૂબ જ ગંભીરતા દાખવી હતી, અને પોલીસ તંત્ર દોડતું થયું છે. સૌપ્રથમ ડીવાયએસપીની સૂચનાથી સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી સુભાષ બ્રિજ ઉપર તેમજ સુભાષ બ્રિજ નીચેના ભાગમાં દોડી ગયો છે, અને પથ્થરમારાનું અધમકૃત્ય કરનાર પથ્થબાજોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને સમગ્ર બનાવવાની જાણ થવાથી તેઓએ એલસીબીની ટીમને પણ કામે લગાડી હતી. જેથી એલસીબીની ટુકડી પણ આ બનાવ બાદ સક્રિય બની છે, અને બનાવના સ્થળે પહોંચી ગઈ છે. પૂલના નીચેના ભાગમાં ગેરેજ સહિતના ધંધાના સ્થળો આવેલા છે જ્યાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે. જે તમામ કેમેરાઓને ચકાસવાની અને પથ્થરમારો કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરી લેવામાં આવી છે.