વરસાદી આફતના કારણે રાજકોટ અને જામનગરનો મેળો પણ રદ કરવાનો વારો આવ્યો હતો ત્યારે વરસાદી આફત ટળી એટલે જામનગરમાં તંત્ર દ્વારા મેળો શરૂ કરવામા આવ્યો હતો. શહેરમાં વરસાદે વિરામ લેતા શનિવારથી મહાપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો પુન: શરૂ થયો છે. ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મેળામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમ, આઠમ અને નોમના ત્રણ દિવસીય મેળા ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. જેના કારણે લોકોમેળાની મજા માણી શક્યા ન હતા. ત્યારે તંત્ર દ્વારા મેળાની મુદત 8 દિવસ વધારવામાં આવી છે. આ મેળામાં મારામારીની ઘટના સામે આવી હતી. મારામારીના દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતા. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં તે તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.
લોકમેળામાં ક્યા કારણોસર મારામારી કરવાંમાં આવી હતી તેનું કારણ હજુ અકબંધ છે.ઘટનાને લઈને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને મારામારીના કારણે અન્ય લોકો પણ ગભરાયા હતા, બેફામ લાકડી અને છૂટા હાથની મારામારી થઈ હતી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.