જામનગર : ઘરકામ કરવા આવેલ યુવતીના ન્યુડ ફોટા-વિડિયો લઈને બ્લેકમેલ કરી સામૂહિક દુષ્કર્મ આચારનાર 3 નરાધમ ઝડપાયા
રાજ્ય છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે જામનગરમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પંચેશ્વર ટાવર પાસે ઘરકામ કરવા આવેલ યુવતી પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘરકામ કરવા આવેલ યુવતીના યુવતીની જાણ બહાર નગ્ન અવસ્થામાં ફોટા અને વિડીયો લઈ યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ સીટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી ધોરણની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં એક 21 વર્ષીય યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર જાગી છે. સીટી એ ડીવીઝન પોલીસ મથક હેઠળ આવતા પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટ અને મોટા થાવરીયા ગામ પાસે આવેલ ફાર્મ હાઉસ સહીત અલગ અલગ સ્થળોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. સીટી એ ડીવીઝન પોલીસે યુવતીની ફરિયાદ લઇ ત્રણ ઇસમોને ઝડપી પાડયા છે.
પોલીસે જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી હુસેલ ગુલ મહંમદ ઉર્ફે હુસેન વાઘેર ગુલ માહમદ શેખ નાં ઘર કામ કરવા આવેલ 21 વર્ષીય યુવતીની જાણ બાર નગ્ન અવસ્થામાં ફોટા અને વિડીયો લઈ યુવતીને બ્લેકમેલ કરી હતી. મુખ્ય આરોપી સાથે હમીર ખાન ઝાફર ખાન ઝોરવાર અને ફેસલ લતીફ ઇયલ જાતે દરવાને સાથે મળી યુવતી પર અલગ અલગ જગ્યા એ લઈ જઇ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટ અને મોટા થાવરીયા ગામ પાસે આવેલ ફાર્મ હાઉસ ખાતે પહોંચી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મુખ્ય આરોપી આ પહેલા પણ એનડીપીએસ અને ગેરકાયદેસર હથિયાર સહિતના ગુનાઓને અંજામ આપ્યો છે. પોલીસે ધણી શખ્સોની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે
