Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવણી : વિરપુરમાં ગુંજ્યો જય જલિયાણનો જયનાદ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Wed, October 29 2025


આજે જલારામ ભક્તોનો પ્રવાહ વિરપુર ભણી છે. જય જલિયાણનો જયનાદ ગુંજયો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં, દેશ-વિદેશમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહીત ગામેગામ જય જલિયાણના જયનાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બાપાના જીવનચરિત્રની ઝાંખી કરાવતાં ફલોટસ, વેશભૂષામાં સજ્જ બાળકો, ભાવિકો  મોટી સંખ્યામાં જોડાશે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ સાથે જલારામ જન્મોત્સવની ઉજવણીમાં મંદિરો, સોસાયટીઓ તેમજ રઘુવંશી સંસ્થાઓ દ્વારા આયોજનો થયા છે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે.

નવસારીના સુપા ગામેથી 100 જેટલા યુવાનો જય જલારામના નાદ સાથે સાયકલ લઇને વીરપુર પહોંચ્યા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે આજે બાપાની જયંતી ઉજવવા માટે યાત્રાળુઓ દેશ-વિદેશ તેમજ દૂર દૂર થી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા નવાગામ થી 100 જેટલા યુવાનો સાયકલ લઈને 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારી થી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા,નવસારી થી 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુરભાઈ એ જણાવ્યું હતું કે 500 કિમિ દૂરથી 23 વર્ષ થી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ નવસારી થી વીરપુર આવ્યા ત્યારે કોઈપણ સાઇકલ સવારે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી,પૂજ્ય જલાબાપાની કૃપાથી રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી તેમજ દરરોજના 100 થી 150 કિમીનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાંદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલાબાપાની 226મી જન્મ જયંતી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલાબાપાના દર્શન કરીને પોતાના વતન નવસારી પાછા ફરસે અને ધન્યતા અનુભવશે.

વિરપુરમાં શોભાયાત્રા માટે 226 કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરાયા

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતે થી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજ માર્ગો પર નિકળશે, આ શોભાયાત્રામાં ભાવિકોને 226 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક સંજયભાઈ ડૂંગાએ જણાવ્યું હતું કે જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની 226મી જન્મ જયંતિ હોવાથી 226 કિલો બુંદી નો પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :બીજી જ્ઞાતિમાં લગ્ન કરનાર પુત્રીને વારસાઈ હક્ક મળે કે નહીં? ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શું છે મામલો

વિરપુર જલારામમય “ઘરે ઘરે રંગોળી”



ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે ,પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 17 વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકોનો સંઘ આજે વિરપુર આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર પૂજ્ય જલારામ બાપાની આરતી તેમજ ધૂન બોલીને પૂજ્ય જલા બાપાની પાવન ભૂમિના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો :‘તું સડી ગઈ છો’…ટીબી થઈ જતાં સાસરિયાઓએ પુત્રવધુને કહી કાઢી મુકી, રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાનો ત્રાસ



આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 100થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા અને પૂજ્ય જલારામ બાપાના ધામ વીરપુર પહોંચ્યા હતા વરસાદી વાતાવરણ હોવા છતાં કોઇપણ પદયાત્રીઓને બાપાની કૃપાથી કાંઈ પણ મુશ્કેલીઓ પડી નથી, જલાબાપામાં અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ “જય જલારામ” ના નારા લગાવ્યા હતા.

Share Article

Other Articles

Previous

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પ્રથમ T-20 મેચ રદ: બે વાર વરસાદનું વિઘ્ન આવ્યા બાદ મેચ પડતો મુકાયો,માત્ર 58 બોલની રમત રમાઈ

Next

બીજી જ્ઞાતિમાં લગ્ન કરનાર પુત્રીને વારસાઈ હક્ક મળે કે નહીં? ગુજરાત હાઇકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
VIDEO : હવે મરઘાગેંગનો ‘વારો’! શૂટર સહિત ત્રણ પકડાયા, રાજકોટ પોલીસે મૂર્ઘાની ચાલ ચલાવી કરાવ્યું કાયદાનું ભાન
10 મિનિટutes પહેલા
મુખ્યમંત્રી ફરી આવશે રાજકોટ : નાણાવટી ચોક પાસે નવો કોમ્યુનિટી હોલ સહિત 500 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે
33 મિનિટutes પહેલા
26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીને હચમચાવાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું’તું : લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ,ગૌરી શંકર મંદિર હતા નિશાન પર
51 મિનિટutes પહેલા
ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
ગુજરાત
2 વર્ષ પહેલા
બજેટમાં દૂધ ઉત્પાદન માટે કેવા પગલાં ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય મહેન્દ્ર ગોયલને નોટિસ મોકલી : બાંગ્લાદેશીઓ પાસેથી મળેલા ગેરકાયદેસર દસ્તાવેજમાં તેમના હસ્તાક્ષર
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
સોમનાથ ડિમોલિશનમાં ખોટું થયું હશે તો અધિકારીઓ જેલભેગા : સુપ્રીમ કોર્ટ | 16મીએ વધુ સુનાવણી થશે
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર