રાજકોટના લોકોને એઈમ્સ જવામાં થશે સરળતા : મહાપાલિકા દ્વારા એઇમ્સ હોસ્પિટલ માટે વધારાની બસ મૂકાઇ, જાણો બસનો રુટ
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટને 25 નવી ઈલેક્ટ્રિક બસની ફાળવણી કરવામાં આવી હતી જેને રસ્તા પર દોડતી કરી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા આ 25માંથી 18 બસને નવા છ રૂટ ઉપર દોડાવવામાં આવી રહી છે તો ચાર રૂટ ઉપર સાત બસનો ઉમેરો કરવામાં આવ્યો છે.
જે નવા રૂટ ઉપર 18 નવી બસ દોડશે તેમાં રૂટ નં.53(ભક્તિનગર સ્ટેશનથી જિલ્લા અને સેશન્સ કોર્ટ), રૂટ નં.60(ત્રિકોણબાગથી રાવકી જીઆઈડીસી), રૂટ નં.67(ત્રિકોણબાગથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ), રૂટ નં.81 (ગોકુલ પાર્ક (માંડાડુંગર)થી એઈમ્સ હોસ્પિટલ, રૂટ નં.89(ત્રિકોણબાગથી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોકડી) અને રૂટ નં.91(વગડ ચોકથી ત્રંબા ગામ)નો સમાવેશ થાય છે.
જ્યારે રૂટ નં.8 (મવડી ગામથી ગ્રીનલેન્ડ ચોકડી), રૂટ નં.23 (મનસુખભાઈ છાપીયા ટાઉનશિપથી પ્રદ્યુમન પાર્ક), રૂટ નં.36 (ભક્તિનગર સર્કલથી બાઘીનું પાટીયું) અને રૂટ નં.58 (માધાપર ચોકથી એઈમ્સ હોસ્પિટલ) ઉપર હાલ ચાલી રહી છે તેમાં સાત નવી બસનો ઉમેરો કરવામાં આવ્યો છે.