વિધાર્થીઓ ઠંડીમાં ઠૂંઠવાય એ પૂર્વે સ્વેટર-જેકેટ માટે ગાઈડલાઇન જાહેર કરો: વાલીમંડળ દ્વારા શિક્ષણ વિભાગને રજુઆત
શિયાળાનાં પગરવ સાથે બાળકોને દિવાળીના વેકેશન બાદ સ્કૂલો શરૂ થાય ત્યારે ચોક્કસ કલરનાં સ્વેટર કે જેકેટ પહેરવાનો આગ્રહ શાળાઓ દ્વારા રાખવામાં ન આવે તેવી વાલી મંડળો દ્વારા શિક્ષણ વિભાગને રજુઆત કરવામાં આવી છે.
દર વખતે ઠંડી શરૂ થાય પછી સ્કૂલો દ્વારા યુનિફોર્મ સાથે નક્કી કરાયેલા સ્વેટર,જેકેટ કે ટોપી કે સ્કાર્ફ પહેરવા માટે દબાણ કરવામાં આવે છે.ભૂતકાળમાં ભારે ઠંડીને લીધે રાજકોટ સહિત રાજયમાં અનેક કિસ્સામાં વિદ્યાર્થીનાં મૃત્યુ થયાંની ઘટના સામે આવી છે.તેમ છતાં પણ શાળા સંચાલકો દ્વારા ફરજ પડાતી હોવાથી આ વખતે વાલી મંડળનાં પ્રતિનિધિઓએ શિક્ષણ વિભાગને લેખિત રજૂઆતો કરી છે.
આ પણ વાંચો :શું ટ્રમ્પને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર? આવતી કાલે જાહેરાત: ભારે આતુરતા, કુલ 338 ઉમેદવારો મેદાનમાં
આ મુદ્દે રજુઆતમાં જણાવ્યુ છે કે,શિક્ષણ વિભાગ દરેક જિલ્લાઓમાં ડી.ઇ.ઓ.ને આ બાબતે સૂચનાઓ આપી ગાઈડલાઇન બહાર પાડે જેથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ ઉભું ન થાય અને બાળકોને ઠંડીથી બચાવી શકાય.દર શિયાળામાં વિદ્યાર્થીઓને ખાસ કલરનાં અને ચોક્કસ દુકાનોમાંથી સ્વેટર અને જેકેટ ખરીદવાની સુચના આવે છે.આથી આ અંગે યોગ્ય નિર્ણય જાહેર કરી સરકાર ગાઈડલાઈન જાહેર કરે તેવી વાલીમંડળની રજુઆત છે.
