તમે જે લસણ ખાઈ રહ્યા છો તે ચાઇનીઝ છે કે નહીં ? ખરીદી કરતાં પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં ચાઇનીઝ લસણને લઈને વિરોધ થઈ રહ્યો છે. આ લસણ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ કોણે અને કોના દ્વારા ચાઇનીઝ લસણ ઘૂસાડવાનો પ્રયાસ કર્યો એ એક મોટો પ્રશ્ન છે. આ બાબતે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા વિરોધ કરીને એક દિવસ લસણની હરાજી પણ બંધ રાખી હતી. ત્યારે દુકાનોમાં લસણની ખરીદતા કરતાં પહેલા ચાઈનીઝ લસણ છે કે નહીં તેની ઓળખ કેવી રીતે કરવી તે અમે તમને જણાવીશું.
લસણ ખરીદતી વખતે આ વાતોનું રાખો ધ્યાન:
લસણ ખરીદતી વખતે તમે કેટલીક વાતોને ધ્યાનમાં રાખશો તો તમે અસલી અને નકલી લસણ વચ્ચેનો ફરક સમજી શકશો.
- સૌથી પહેલી વાત માર્કેટમાં વધારે સફેદ અને મોટું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળો.
- દેશી લસણની કળીઓ થોડી નાની હોય છે અને તેના પર ડાઘ કે નિશાન દેખાય છે. તેની છાલ એકદમ સફેદ નથી હોતી.
- અસલી લસણની ઓળખ માટે તમે લસણને ઉંધુ કરીને જોશો તો નીચેના ભાગમાં ડાઘ જેવું દેખાય તો તે લસણ અસલી છે.
- જો ઉંધુ કરીને જોઈએ ત્યારે લસણ બિલકુલ સફેદ હોય તો તે નકલી એટલે કે ચાઇનીઝ લસણ હોઈ શકે છે.
ચાઈનીઝ લસણ સ્વાસ્થ્યનું દુશ્મન
ચાઈનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
ચાઈનીઝ લસણ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ લસણ કેટલું જોખમી છે તેની વાત કરીએ તો, .આપણા સામાન્ય લસણ જેવું જ દેખાતું આ ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે. ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં 2006માં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે….