શું રાજકોટના હીરાસર એરપોર્ટથી દારૂની હેરાફેરી થાય છે અને એરપોર્ટ સિક્યુરિટી, શહેર પોલીસને પણ નહીં જાણ? વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટ માટે ગૌરવ ગણી શકાય એવા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ માર્ગે વિદેશી દારૂ બેગ કે આવા પાર્સલોમાં ઉતરીને સિફ્તાઈપૂર્વક બહાર પણ સરકી (નીકળી) જતો હોવાની ભારે ચર્ચા છે. દ્રાક્ષના પાણીની બોટલો ફ્લાઈટમાં ઉતરે, હેરાફેરી થઈ જતી હોવાના કિસ્સાઓથી એરપોર્ટ સિક્યુરિટી તથા શહેર પોલીસ (ખાસ તો એરપોર્ટ પોલીસ) અજાણ હશે અને આ નેટવર્ક ચાલતું હશે ? એરપોર્ટ પર ઉતરવાથી લઈ સલામત રીતે બહાર નીકળી જવા કે કાઢવા સુધીની ગતિવિધિમાં અંદરની જ એક જુગલજોડીની જાદુગરી કામ કરી રહી હોવાની ભારે ચર્ચા છે.
એરપોર્ટ ઈન્ટરનેશનલ કક્ષાનું છે. ભલે હજુ ઈન્ટરનેશનલ એક પણ લાઈટ મળી હોય પરંતુ હીરાસર એરપોર્ટથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ વધી ગઈ છે જે અવશ્યપણે લાભરૂપ માની શકાય. ફ્લાઈટ ફ્રિકવન્સી ખાસ તો મુંબઈની ફ્લાઈટ્સ વધતા લાભ સાથે ગેરલાભ કે તક ઝડપનારાઓને પણ દારૂની હેરફેરનો સલામત ३८ મળી ગયાની વાત છે. ફ્લાઈટમાં બેગ કે આવા પાર્સલોમાં અંગુર કી બેટીનો ચોક્કસ બોટલોનો જથ્થો આવે આવે છે, ઉતરે છે અને ત્યાંથી સલામત રૂટ મારફતે અથવા તો બહાર નીકળવા સુધી ચેક ન થાય એવા વાહનો કે આવી કોઈ સવલતથી આ જથ્થો બહાર નીકળી જતો હોવાની ચર્ચા છે.
એરપોર્ટના અંદરના એરિયામાં કદાચ પોલીસ આવી નહીં શકે પરંતુ ત્યાં અંદરએરપોર્ટની સલામતી વ્યવસ્થા ફોર્સ હોય જ, જો ફ્લાઈટ મારફતે બેગ, પાર્સલમાં દારૂની હેરફેર થતી હોય તો શું અંદરની સિક્યુરિટી પણ અજાણ હશે ?
ફ્લાઈટમાંથી જથ્થો ઉતરે એ પાર્સલ અંદર ક્યાંય કેમેરાની અંડરમાં ન આવે એ રીતે પણ ખ્યાલ રખાતો હશે ? જો અને તો મુજબ એવી પણ વાતો ચર્ચાય છે કે અંદરની જુગલજોડીની જાદુગરીથી કદાચ વિદેશી મદિરાનો જથ્થો કોઈ રોકટોક વગર નીકળી જતો હોય છે અને એવા વાહનોમાં નીકળી જાય છે કે તેમાં કોઈને શંકા પણ ન પડે અને કોઈ રોકે પણ નહીં, કદાચ આવા વાહનમાં બહાર જથ્થો નીકળતો હોય તો એરપોર્ટના જ વાહનો હશે કે કેમ ?
ફલાઈટમાંથી બહાર નીકળતા પાર્સલો કે બેગ, થેલા સલામત રીતે શહેરમાં જ્યાં લઈ જવાના હોય ત્યાં સીધી પહોંચી જતા હોવાનું અને અંદર પણ જે જાણતા હશે એવા કોઈને સાચવી લેવાતા હશે ? તો જ આવું શક્ય બની શકેની વાત છે. હેરફષરમાં ફ્લાઈટમાં ઉતરવાથી લઈ બહાર નીકળવા કે ચોક્કસ સ્થળે પહોંચવા સુધીમાં સૂર્યના કિરણ કે અશોક વાટિકા જેવી કોઈની ભૂમિકા હશે ? જુગલબંદી કામ કરતી હશે ? એરપોર્ટ પોલીસ કે શહેર પોલીસમાં કાંઈ ગોઠવણ હશે ? કે પછી એરપોર્ટ સિક્યુરિટી, શહેર પોલીસ હજુ સાવ અજાણ જ હશે ? અત્યાર સુધી આવી હેરફેર ક્યાં પકડાઈ નથી. ઓનપેપર આવી નથી માટે તો જો અને તો, ચર્ચા કે અપવારૂપ જ માનવી રહી.
સિટીથી લાંબા અંતરે એરપોર્ટ હોવાથી પોલીસને આળશ થતી હશે ?
રાજકોટ શહેરના મધ્યમાં જૂનું એરપોર્ટ હતું ત્યાં સુધી તો આવી હેરફેર કદાચ મૂસાનીફ નહીં બની શકતી હોય અથવા તો ચાન્સ ઓછા રહેતા હશે. શહેરથી ૨૫ કિ.મી. જેવા અંતરે દૂર નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તો હવે સ્થાનિક પોલીસ (એરપોર્ટ), ક્રાઈમ બ્રાન્ચ, પીસીબીની ટીમ અધિકારીઓને જવું હોય તો દૂર પડી રહેતું હોય અને આમેય અંદર તો ન જઈ શકે પરંતુ બહારની હદમાં ચેકિંગ કરી શકાય પણ દૂરીના કારણે કોઈ પોલીસ રસ ન લેતી હોવાથી કે આંખ આડા કાન કરતી હોઈ શકે ? આવા કારણોસર પણ કદાચ અંગુર કી બેટીની બોટલો બહાર આરામથી આવી શકતી હશેની જાણકારોમાં ચર્ચા છે. સત્ય શું હશે એ તો તપાસનો વિષય બની રહે.