આજે અમદાવાદમાં IPL ક્વોલિફાયર-1 મેચ : KKR અને SRH કોણ જશે ફાઈનલમાં ??
આજે અમદાવાદમાં IPL ક્વોલિફાયર-1 મેચ રમાશે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે સીધો ફાઇનલમાં પહોંચવાનો આજે જંગ ખેલાશે. આ વર્ષે IPL પ્લેઓફમાં પહોંચનારી KKR પ્રથમ ટીમ હતી, જ્યારે સનરાઈઝર્સ છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને બીજા સ્થાને રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ મંગળવારે આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.
આ સિઝનમાં બંને ટીમોએ આક્રમક ગેમ બતાવી હતી. આ મેચ જીતનારી ટીમ 26 મેના રોજ ચેન્નાઈમાં યોજાનારી ફાઇનલમાં સીધી પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમને એલિમિનેટરની વિજેતા ટીમ સાથે બીજા ક્વોલિફાયર તરીકે ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે.
આ વર્ષે IPL પ્લેઓફમાં પહોંચનારી KKR પ્રથમ ટીમ હતી, જ્યારે સનરાઈઝર્સ છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને બીજા સ્થાને રહી હતી. લીગ તબક્કાની 70 મેચોમાં ટોપ 2 પોઝીશનમાં સ્થાન મેળવનારી આ ટીમોને છેલ્લા 10 દિવસમાં વરસાદના કારણે સારો બ્રેક મળ્યો છે. જો કે, પ્લેઓફ પહેલા મેદાન પર વધુ સમય વિતાવી ન શકવાનો પડકાર પણ મુશ્કેલ છે.
સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને અહીં પહોંચેલી KKR અને સનરાઇઝર્સને પરિસ્થિતિને અનુરૂપ થવા માટે વધુ સમય નહીં મળે. બંનેએ પોતાની છેલ્લી લીગ મેચ રવિવારે જ રમી હતી. જો કે સનરાઇઝર્સે આખી મેચ રમીને પંજાબને હરાવ્યું હતું, પરંતુ કેકેઆર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. KKRએ તેની છેલ્લી સંપૂર્ણ મેચ 11 મેના રોજ રમી હતી. વરસાદના વિક્ષેપ પહેલા, કેકેઆરએ સતત ચાર મેચ જીતી હતી, પરંતુ છેલ્લી બે મેચ વરસાદને કારણે રદ થઇ ગઈ હતી.
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનિલ નારાયણ, અંગકૃષ રઘુવંશી/નીતીશ રાણા, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી [ઈમ્પેક્ટ સબ: વૈભવી અરોરા]
સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાન્ત [ઈમ્પેક્ટ સબ: ટી નટરાજન]
લક્ષ્યનો પીછો કરતી ટીમને ફાયદો થશે
ગયા વર્ષે અમદાવાદમાં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જોવા મળ્યું હતું કે પાછળથી બેટિંગ કરનાર ટીમને વધુ સફળતા મળે છે. છમાંથી ચાર બાદ લક્ષ્યનો પીછો કરતી ટીમ સફળ રહી છે. KKR પાસે મિચેલ સ્ટાર્કની આગેવાની હેઠળના ઝડપી બોલરોની સાથે ઉત્તમ સ્પિનરો છે, જ્યારે સનરાઇઝર્સની બોલિંગનું નેતૃત્વ કેપ્ટન પેટ કમિન્સ કરે છે. આ સિઝનમાં તેમની છેલ્લી મેચમાં KKRએ સનરાઇઝર્સને ચાર રનથી હરાવ્યું હતું.