- મનપાની ગેઇમ ઝોન બંધ રાખવાની સૂચનાનો ઉલાળ્યો
- ફાયર NOC ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છતાં બોક્ષ ક્રિકેટ કેમ ચાલુ રહી શકે ? : એક જ ગ્રાઉન્ડ પર ગેઇમ ઝોન અને બોક્ષ ક્રિકેટ હોવા છતાં બંધ રાખી નિયમનું પાલન ન ર્ક્યું !!
- ત્રણ બોક્ષ ક્રિકેટમાં ગોઝારી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં : મનપા કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થયા હતા. અને ત્યાર બાદ તંત્ર જાગ્યું હતું. અને અને ફાયર NOC ન હોય તેવા ગેઇમ ઝોનના સંચાલકો સામે ડીસીબી પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં રાજકોટના વર્ષો જુના અને પ્રખ્યાત ક્રિષ્ના વોટર પાર્ક તેમજ નવા રિંગ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ અને ઇન્ફીનીટી ગેઇમ ઝોન સહિતના 8 ગેઇમ ઝોન સામે માલિકો સામે ગુનો નોંધ્યો હતો. અને મનપાએ આ તમામ ગેઇમ ઝોનને સંપૂર્ણ રીતે તાકીદે બંધ કરવાની સૂચના આપી હતી. પરંતુ ઇન્ફીનીટી ગેઇમ ઝોનમાં આ નિયમ લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. ઇન્ફીનીટી ગેઇમ ઝોન હજુ સુધી ધમધમી રહ્યું છે. અને બોલિંગ કોર્ટ બંધ કરી સંચાલકે બોક્ષ ક્રિકેટ અને બેડમિન્ટન સહિતના ચાર કોર્ટ શરૂ રાખ્યા હતા. જેથી અહી મનપાના નિયમનો ઉલાળ્યો થતો હોવાનું જોવા મળ્યું હતું.

TRP ગેઇમ ઝોન અગ્નિકાંડ થતાં મનપા ઘોર નિદ્રામાંથી જાગ્યું હતું. અને રાજકોટના તમામ ગેઇમ ઝોન તાકીદે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાની સૂચના આપી હતી. અને રાજકોટના 8 ગેઇમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી બાબતે વોઇસ ઓફ ડેની ટીમે રિયાલિટી ચેકિંગ કરતાં મનપાના નિયમનો ઉલાળ્યો થતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનની એકદમ સામે આવેલા ઇન્ફીનીટી ગેઇમ ઝોન બેરોકટોક ધમધમી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. રાજકોટમાં પોલીસે ઇન્ફીનીટી ગેઇમ ઝોનના માલિકો સામે ગુનો ફાયર એનઓસી ન હોવાથી ગુનો નોંધ્યો હતો. અને મનપાએ ગેઇમ ઝોન બંધ રાખવાની સૂચના પણ આપી હતી. તો ઇન્ફીનીટી ગેઇમ ઝોનના માલિકે પણ ખેલ પાડ્યો હતો. તેને ગેઇમ ઝોન તો બંધ કરી દીધું પરંતુ બોક્ષ ક્રિકેટ અને બેડમિન્ટન કોર્ટ શરૂ રાખ્યા હતા.
હવે ગેઇમ ઝોનની એન્ટ્રી જ્યાંથી છે ત્યાંથી જ બોક્ષ ક્રિકેટની એન્ટ્રી છે. અને તમામ એક્ટિવિટી એક જ ગ્રાઉન્ડ પર ઊભી કરવામાં આવી છે. તો જો મનપાએ ગેઇમ ઝોન બંધ કરવાની સૂચના આપી હોઇ તો એ ક ગ્રાઉન્ડમાં આવેલા બોક્ષ ક્રિકેટને શુ બંધ કરવાનું ન આવે ? જ્યારે આ બાબતની જાણ હજુ સુધી મનપાને પણ નથી થઇ જેથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જો કાલ સવારે કદાચ અહી TRP વાળી ઘટના બને તો કોની ભૂલ ગણવાની રહેશે. જેથી આ ગેઇમ ઝોનના ગ્રાઉન્ડમાં ધમધમતા બોક્ષ ક્રિકેટ પર કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે.
ગેઇમ ઝોનના ગ્રાઉન્ડમાં આવેલું બોક્ષ ક્રિકેટ રાત્રિના 3 વાગ્યા સુધી ધમધમે છે
ઇન્ફીનીટી ગેઇમ ઝોન બોલિંગ કોર્ટ અને પુલ ટેબલ આવેલું હોવાથી અને તેમની પાસે ફાયર એનઓસી ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. અને મનપાએ ટીઆરપીની ઘટના બન્યા બાદ ગેઇમ ઝોન બંધ રાખવાની સૂચના આપી હતી.છતાં પણ સૂચનાનું પાલન ન કરી ઇન્ફીનીટી ગેઇમ ઝોને તેના ગ્રાઉન્ડમાં આવેલું બોક્ષ ક્રિકેટના કોર્ટ શરૂ રાખ્યા હતા. અને તે પણ રાત્રિના 3 વાગ્યા સુધી બેરોકટોક ધમધમાવી રહ્યા છે. જેથી ગેઇમ ઝોન બંધ રાખવાની સૂચના બાદ પણ જો બોક્ષ ક્રિકેટ ચાલુ રાખવામાં આવે તો તેની સામે મનપા કાર્યવાહી કરી શકે કે કેમ ?