પુત્રી રાધાના સોનેરી સ્વપન પૂરાં કરતાં ઉધોગપતિ પિતા: સગાઈ માટે ઘરઆંગણે જ યુરોપ ઉભું કરી દીધું
યુરોપિયન થીમ આધારિત સેટ જ્યાં આજે રાધા ઉકાણી અને રિશી પટેલની રિંગ સેરેમની: વિદેશી ફાઉન્ટેન અને ભવ્ય પ્રવેશદ્વાર સાથે આકર્ષક મુખ્ય સ્ટેજ: ધ્વજા ઉત્સવ બાદ હવે પર્યાવરણ જાળવણી સાથે 5000 મહેમાનોનાં નામ અને નંબર સાથે છોડમાં રણછોડ સાથે વૃક્ષારોપણ: અબુધાબીમાં શાહી લગ્નોત્સવ
પુત્રીના સોનેરી શમણાંને પુરા કરવાં રાજકોટનાં જાણીતા બિઝનેસમેન મૌલેશ ઉકાણીએ દીકરીને સાસરે વળાવતાં પહેલાં તેનો પડ્યો બોલ ઝીલી લીધો અને નાથદ્વારાથી ધ્વજાજીના રાજકોટના આંગણે લાખો ભાવિકોને દર્શન કરાવ્યાં બાદ હવે ઘરઆંગણે જ યુરોપ ઉભું કરી દીધું જ્યાં આજે દીકરી રાધાની સગાઈ થશે.એક મહિનાથી આ આખી થીમ પર એક મહિના સુધી કામ ચાલ્યા બાદ આખી યુરોપિયન થીમ આધારિત સેટ ઉભો કરાયો છે.
ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીએ “વોઇસ ઓફ ડે” વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રણ દિવસના ભવ્ય ધ્વજા આરોહણ ઉત્સવ સાથે ઠાકોરજીના દર્શન અને મહેમાનોના આશીર્વાદ સાથે દીકરી રાધાના લગ્ન પ્રસંગનો પ્રારંભ થયો છે, ધર્મ ઉત્સવ સાથે હવે પર્યાવરણની જાળવણી માટેનું વચન દીકરીને આપ્યું હતું. આથી, સગાઈમાં આવનાર પાંચ હજાર જેટલા મહેમાનો ના નામે અમે વૃક્ષારોપણ કરીશું. છોડમાં રણછોડ સાથે દીકરીના લગ્ન પ્રસંગમાં આવનાર પાંચ હજાર જેટલા મહેમાનો નામ અને તેમના નંબર સાથે આ વૃક્ષારોપણ હશે અને જેને દર મહિને દરેક વ્યક્તિને માહિતી પણ મળશે
આ યુરોપિયન થીમમાં શું વિશેષતા હશે..?
આજે 11 જાન્યુઆરીએ રાધાની સગાઈ જ્યાં થશે એ યુરોપિયન સેટમાં સૌ પ્રથમ એન્ટ્રીમાં ભવ્યતિભવ્ય પ્રવેશદ્વાર જે ઇગલુ આકારનો અને ગ્લાસથી મઢેલો છે,જ્યાં લાઇટિંગનો ઝળહળાટ હશે,જેમ વિદેશમાં ખાસ કરીને યુરોપમાં ફાઉન્ટેઈન હોય છે એવા ફાઉન્ટેન મુકવામાં આવ્યાં છે,ડિનર સેટિંગમાં મહેમાનો જ્યાં બેઠા હશે ત્યાં નીચે ફ્લોરિંગમાં પાણીના મોજા આવે તેવી અનુભૂતિ થશે. વિવિધ પ્રદેશમાંથી બોલાવવામાં આવ્યા છે જ્યાં અલગ અલગ પ્રકારની વાનગીઓ પીરસાશે, યુગલ માટે વિશાળ અને આકર્ષક સ્ટેજ બનાવવામાં આવ્યું છે.
અબુધાબીનાં એમીરેટ્સ પેલેસમાં શાહી લગ્નોત્સવ
રાજકોટનાં ઉદ્યોગપતિની પુત્રી રાધા અબુધાબીના એમિરેટ્સ પેલેસમાં ફિલ્ડમાર્શલ ગ્રુપના નીતિન પોપટલાલ પટેલના પુત્ર રિશી સાથે અગ્નિની સાક્ષીએ મંગલફેરા ફરશે.આ શાહી લગ્ન માટેનો વિચાર અમારા પરિવારનો ખાસ કરીને નવી પેઢીનો હતો કે અબુધાબીના એમીરેટ્સ પેલસેમાં લાડકીનો લગ્નોત્સવ યોજાય તેમ મૌલેશભાઈએ જણાવ્યું હતું.ચૂંદડી ઓઢવાની વિધિ પણ જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ હતી તે નાથદ્વારાના મોતી મહેલમાં રાખવામાં આવી હતી.