માલવાહક વાહનમાંથી ‘મોંઘેરો’ દારૂ પકડાયો
એક બાજુ પોલીસ બૂટલેગરો, જુગારીઓ ઉપર ધોંસ બોલાવી તેમને માપમાં રહેવા આકરાં શબ્દોમાં ચેતવણી આપી રહી છે ત્યારે બીજી બાજુ અમુક બૂટલેગરો માટે આ ચેતવણી જાણે કે કશો જ મતલબ ન ધરાવતી હોય તેવી રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આવી જ એક દારૂની હેરાફેરી પીસીબીની ટીમે સોરઠિયાવાડી સર્કલ પાસેથી પકડી પાડી મોંઘેરા' દારૂ સાથે ચાલકને દબોચી લીધો હતો. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ સહિતની ટીમે ૮૦ ફૂટ રોડ પર સોરઠિયા વાડી સર્કલ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા માલવાહક વાહનને અટકાવી તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ચા ૬૭૨ દારૂના
ચપલા’ મળી આવતાં તેના ચાલક ધર્મેન્દ્રસિંહ જાલુભા જાડેજા (રહે.આનંદનગર કોલોની-રાજકોટ)ને પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે દારૂનો આ જથ્થો દેવપરાના કિશન નલિનભાઈ ડાભીએ મંગાવ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ૧.૩૩ લાખની કિંમતનો દારૂ સહિત ૩.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.