50 મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી 18 થી 45 વર્ષ વચ્ચેની વય જૂથના લોકોના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થવાની વધતી જતી ઘટનાઓને કારણે લોકોમાં ચિંતા ની લાગણી પ્રસરી છે ત્યારે આ ઘટનાઓને કોવિડ સાથે કાંઈ સંબંધ છે કે કેમ તે અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
એ સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર રાજીવ બહલે કહ્યું હતું કે અન્ય કોઈ બીમારી ન હોય અને કોઈપણ દેખીતા કારણ વગર થયેલા મૃત્યુઓનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિક ઢબે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એ હેતુસર અત્યાર સુધીમાં એઇમ્સ દિલ્હી ખાતે 50 જેટલા મૃતદેહોની ઓટોપસી કરવામાં આવી છે.
કોરોનાને કારણે માનવ શરીર ઉપર કોઈ મનોવૈજ્ઞાનિક અસર થઈ છે કે કેમ તે અંગે પણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
આઈસીએમઆર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન 18 થી 45 વર્ષની વય જૂથના મૃત્યુ પામેલા લોકોની મેડિકલ હિસ્ટ્રી લાઇફ સ્ટાઇલ નો તેમજ રસીકરણ જેવી બાબતોને આ સંશોધનમાં આવરી લેવામાં આવી છે.