- મોરબી રોડ પર યુવક અને આધેડને ,મવડી અને મોટા મવામાં પ્રૌઢને હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો
રાજકોટમાં ગરમીનું પ્રમાણ વધતાં હાર્ટ એટેકથી મોતના બનવો પણ વધી રહ્યા છે ત્યારે વધુ 4 લોકોના હાર્ટ ફેઇલ થતા અરેરાટી મચી જવા પામી છે.જેમાં મોરબી રોડ પર યુવક અને આધેડને ,મવડી અને મોટા મવામાં પ્રૌઢને હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
વિગતો મુજબ મોરબી રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા જેન્તીભાઈ જાદવભાઈ રાઘવાણી નામના 48 વર્ષીય યુવક પોતાની ઘરે હતા. ત્યારે બેભાન થઈ ઢળી પડતાં પરિવારે સારવારમાં ખસેડયા હતા. અને અહી ફરજ પરના તબીબોએ ચકાસી મૃત જાહેર કર્યા હતા.બીજા બનાવમાં રાજકોટમાં મોરબી રોડ પર તિરૂપતિનગરમાં રહેતા જેન્તીભાઈ જાદવજીભાઈ રાઘવાણી (ઉ.50)નું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. જેન્તીભાઈ રાઘવાણી ત્રણ ભાઈમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
ત્રીજા બનાવમાં મવડી વિસ્તારમાં આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ કવાભાઈ વાગડીયા (ઉ.50) પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. ધનસુખભાઈનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ધનસુખભાઈ બે ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.ચોથા બનાવમાં મોટા મવા પાસે રહેતા ગોવિંદભાઇ કાળુભાઇ પરમાર નામના 52 વર્ષીય પ્રૌઢ સવારના સમીએ ઘરે બેઠા હતા ત્યારે પરિવાર સાથે વાતચીત કરતાં કરતાં તેઓ બેભાન થઈ ઢળી પડતાં પરિવારે તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડયા હતા. અને અહીંયા તબીબે હાર્ટ એટેક આવ્યાનું જાણવી મૃત જાહેર કર્યા હતા.
ફોટોગ્રાફર પ્રવીણ સેદાણીના પુત્ર સંદીપનું હ્રદય રોગના હુમલાથી મોત
રાજકોટના પીઢ ફોટોગ્રાફર પ્રવીણ સેદાણીના યુવાન પુત્રનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.માહિતી મુજબ સંદીપભાઇ સેદાણી (ઉ.વ.39) સવારના સમયે પોતાના ઘરે હતા ત્યારે તેઓ બાથરૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમણે આચનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. અને બેભાન થઈ ઢળી પડતાં સારવાર માટે 108 મારફત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતક સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલ ફાઇનાન્સમાં મેનજેર તરીકે નોકરી કરતાં હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જુવાનજોધ દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે. જ્યારે સાંજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અને તેમાં પરિવારજનો,પત્રકારો અને ફોટોગ્રાફર જોડાયા હતા. હાલ પીઢ ફોટોગ્રાફરના પુત્રના અકાળે મોતથી પત્રકાર આલમમાં દુખની લાગણી પ્રસરી જવા પામી છે.