અમદાવાદ અને વડોદરામાં આવકવેરાના દરોડા
ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રકશનના ભાગીદારોને ત્યાં કુલ ૨૭ સ્થળે તપાસ
ઘણા લાંબા સમય પછી આવકવેરા વિભાગે ફરીથી દરોડા અને સર્વે શરુ કર્યા છે. આજે આવકવેરા ખાતુ અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ત્રાટક્યું હતું. કુલ ૨૭ સ્થળે તપાસ શરુ થઇ છે અને તપાસના અંતે મોટી માત્રામાં કાળા નાણાના વ્યવહાર મળી આવે તેવી સંભાવના છે.
વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારો ઉપરાંત અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના ,વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સએ તવાઈ બોલાવી હતી.