Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

166 વર્ષનો થયો આવકવેરા વિભાગ: 27 લાખ કરદાતાઓ સાથે રાજકોટની રેકોર્ડબ્રેક રફતાર

Thu, July 24 2025

24 જુલાઈ એટલે આજે ઇન્કમટેક્સ ડે તરીકે ઉજવાય છે.આજે 166 વર્ષનું થયું આવકવેરા વિભાગ. દેશનાં નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનરૂપ છે.આ દિવસ 1860માં સર જેમ્સ વીલ્સન દ્વારા ભારતમાં ઇન્કમટેક્સની શરૂઆત કરાઈ હતી.જો કે 1922માં સર્વગ્રાહી આવકવેરા કાયદાએ ખરાં અર્થમાં દેશમાં એક માળખાગત કરવ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી. 1924 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટર દ્વારા આવકવેરાના કાયદા વહીવટ માટે બોર્ડની રચના કરી દરેક પ્રાંત માટે આવકવેરા કમિશનરની નિમણુંક કરવામાં આવી હતી.

image- wikipedia



આજે 166માં ઇન્કમટેક્સ દિવસની વાત કરીએ છીએ તો રાજકોટ ઇન્કમટેક્સનું પણ યોગદાન દેશની તિજોરી ભરવામાં વિશેષ રહ્યું છે.રાજકોટ આઈ ટી એ છેલ્લા એક દાયકામાં દર દર વર્ષે સીબીડીટી દ્વારા આપેલા ટેક્સ કલેક્શનનાં આંકડાને પાર કરી સીબીડીટી અને નાણામત્રી તરફથી “શાબાશી” મેળવી  છે. ટેક્સ કલેક્શન હોય કે સૌ પ્રથમ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી હરરાજી આજે’ય સમગ્ર દેશમાં તેને “મોડેલ” તરીકે અપનાવાય છે.રાજકોટ આઈ.ટી.ની શિરમોર સફળતા એ રહી છે કે,4 થી વધુ વખત રાજકોટનાં ટેક્સપેયર ગુજરાતમાં ટેક્સ ચૂકવવામાં ટોપ ટેનમાં રહ્યા છે.વર્ષ 2014 માં  રાજકોટનાં રાધિકા જવેલર્સ ત્યાર બાદ વર્ષ 2019માં ગુજરાતનાં નંબર વન કરદાતાનું સન્માન ડોક્ટર અરુણ પટેલ,મૌલેશ ઉકાણીને મળ્યું હતું. તાજેતરમાં રાજકોટ આવકવેરા વિભાગના નવા ચીફ કમિશનર તરીકે સતીશ ગોયલની નિમણુંક થઇ છે.જે આવતા સપ્તાહએ ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો : સરધારમાં સરકારી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયું !તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા ભાંડો ફૂટ્યો, અધિકારી ચોંકી ઉઠ્યા

ટફ ટાર્ગેટ પૂરો કરવામાં રાજકોટ ફર્સ્ટ,સીબીડીટી પણ થાબડે છે પીઠ

દેશના અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટ નાનું છે, પણ કહેવત છે ને કે “નાનો પણ રાઈનો દાણો” એ મુજબ જ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને મળેલો ટફ ટાર્ગેટ પણ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે. નોટબંધી હોય, કોરોનાકાળ કે પછી મંદીનો માર હોય તો પણ રાજકોટ કરદાતાઓએ તેમની પ્રામાણિકતા નિભાવીને નિયમિત રીતે ચૂકવીને ટફ ટાર્ગેટ પૂર્ણ કરવામાં રાજકોટને હંમેશા મોખરે રહ્યું છે.

આ પણ વાંચો : રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ

રાજકોટ રિજિયનમાં કુલ 64 લાખ પાનકાર્ડ ધારકો

રાજકોટ રિજીયનમાં જામનગર અને સૌરાષ્ટ્ર કચ્છ નો સમાવેશ થાય છે જેમાં વર્ષ 2025 સુધીમાં નોંધાયેલા પાનકાર્ડ ધારકોમાં રાજકોટ 1 માં 57,98,478 અને જામનગર હેઠળ 6,04,496 લોકો પાનકાર્ડ ધરાવે છે.આમ રાજકોટ કમિશનરેટ હેઠળ કુલ 64,02,974 પાનકાર્ડધારકો છે.

ગુજરાતમાં આઈ.ટી.ચુકવતાં કરદાતાઓ 1 કરોડને પાર:5 વર્ષમાં 35 લાખનો વધારો

ગુજરાતમાં ગયા વર્ષે એટલે કે વર્ષ 2024 માં પ્રથમ વખત ઇન્કમટેક્સ કરદાતાઓની સંખ્યા એક કરોડની પાર થઈ ગઈ હતી. વર્ષ 2023 24 માં 1,21,24,228 રિટર્ન ફાઇલ થયા હતા જેમાંથી 39,000 લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઇલ કર્યું હતું. પાંચ વર્ષમાં ૩૪ કરદાતાઓનો વધારો થયો હતો. જ્યારે રાજકોટની વાત કરીએ તો 27 લાખ પર કરદાતાઓ નોંધાયેલા છે જેમાંથી 1.5 લાખ થી વધુ કરદાતાઓ ટેક્સ ચૂકવે છે.


.મહિલાઓ ટેક્સ ચુકવવામાં આગળ:ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતા

ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતાઓ નોંધાયેલા છે. ઇન્કમટેક્સ ચૂકવવામાં ગુજરાતની મહિલાઓ દેશમાં બીજું સ્થાન ધરાવે છે. સમગ્ર દેશમાં 2.29 કરોડ મહિલા કરદાતા છે. જેમાં રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 30 ટકા મહિલાઓનું ટેક્સ ભરવામાં યોગદાન રહ્યું છે. ગયા વર્ષે પણ ગુજરાત બીજા સ્થાને રહ્યું હતું કે જેમાં સૌથી વધારે મહિલાઓએ ચૂકવ્યો હોય.

166 વર્ષના ઇતિહાસની સૌથી મોટી રેઇડ:10 દિવસ સુધી 3 ડઝન મશીનથી 24 કલાક રૂપિયા ગણ્યા હતા…!!

ઇન્કમટેક્સનાં ઇતિહાસની સૌથી મોટી રેઇડ ઓડિશામાં એક ગ્રુપ પર 6 ડિસેમ્બર 2023માં પાડી હતી.આ દરોડા દરમિયાન કુલ 351 કરોડની રોકડ મળી આવી હતી.નોટ ગણવા માટે 3 ડઝન મશીન મંગાવ્યા હતા.10 દિવસ અધિકારીઓ એ 24 કલાક નોટ ગણવાની કામગીરી કરી હતી.કહેવાય છે કે આવકવેરાની અત્યાર સુધીની સૌથી મોટી રેઇડ હતી.જેમાં 165 આવકવેરા વર્ષ નિમિતે નાણામંત્રી નિર્મલા સીતા રમણએ અને સીબીડીટીએ આ સર્ચ ઓપરેશનના અધિકારીઓનું સન્માન કર્યું હતું.

Share Article

Other Articles

Previous

અમરેલી પંથકના ભાજપ અગ્રણીએ સુરતની મોડેલ પર દુષ્કર્મ ગુજારી ડ્રગપેડલર બનાવી !! વાંચો શું છે સમગ્ર મામલો

Next

સરધારમાં સરકારી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયું !તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા ભાંડો ફૂટ્યો, અધિકારી ચોંકી ઉઠ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
8 મિનિટutes પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
21 મિનિટutes પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
46 મિનિટutes પહેલા
વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે વિકસી રહ્યું છે રાજકોટ: ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને પાર્ટ્સ પૂરા પાડે છે રાજકોટ
59 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2702 Posts

Related Posts

ગૌતમ અદાણી બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં ક્યાં પહોંચી ગયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણાના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે BJPમાંથી આપ્યું રાજીનામું , કોંગ્રેસમાં જોડાશે
Breaking
2 વર્ષ પહેલા
ઇડીએ ક્યાં પડ્યા દરોડા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ ટ્રાફિક પોલીસની મહિને 1 કરોડની કમાણી! ટ્રાફિક નિયમોનો ભંગ કરીને લોકોએ છ મહિનામાં 5.91 કરોડથી વધનો દંડ ભર્યો
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર