CBSE સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી નહિ હોય તો પરીક્ષામાં બેસવા દેવાશે નહિ: રિઝલ્ટ પર રોક
CBSE સ્કૂલોમાં બોર્ડનાં પરીક્ષાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત છે.જ્યારે અમુક શાળાઓમાં ઓછી હાજરીની ફરિયાદને ધ્યાનમાં રાખીને શાળાએ હાજરી નહિ આપે તો આંતરિક મૂલ્યાંકન કરાશે નહિ અને ન તો પરિણામ જાહેર કરવામાં આવશે.
શાળાઓએ ખાતરી કરવી પડશે કે, વિદ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી ન હોય. આ સાથે, શાળાઓ CBSEની પરવાનગી વિના કોઈપણ નવો વિષય ભણાવી શકશે નહીં. વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવાની જવાબદારી શાળાઓની રહેશે.
નવી શિક્ષણ નીતિ હેઠળ, બે વર્ષ માટે બધા વિષયોમાં આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ શાળાએ નહીં આવે, તો તેમનું આંતરિક મૂલ્યાંકન શક્ય નહીં બને અને પરિણામ જાહેર કરવામાં નહીં આવે. CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે, ધોરણ 10 માટે ધોરણ 9 અને ધોરણ 12 માટે ધોરણ 10 અને 11નો અભ્યાસ પૂરો કરવાનો રહેશે. ધોરણ 10માં વિદ્યાર્થી પાંચ ફરજિયાત વિષય સિવાય વધારાના બે વિષય અને ધોરણ 12માં વધારાનો એક વિષય લઈ શકે છે.
**CBSE પરીક્ષા નિયામકએ કહ્યું કે, આ નિયમો વિદ્યાર્થીઓ અને શાળા બંનેને સમાન રીતે લાગુ પડશે,આ ફેરફારને કારણે જે વિદ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી છે તેમને પરીક્ષામાં બેસવાથી રોકી શકાય છે.
