તમારા વાહનમાં પણ આંખો આંજતી વ્હાઇટ LED લાઇટ લગાવેલી છે તો ચેતજો! જીવલેણ અકસ્માતનો ભય, RTOને ચેકીંગનો આદેશ
કેટલાક વાહનોમાં વધુ ડેસીબલ ધરાવતા હોર્નનો ત્રાસ તો છે જ પણ હવે ખાસ કરીને ફોર વ્હીલમાં વ્હાઈટ લાઈટ એટલે કે LED લાઈટનો ત્રાસ વધતો જાય છે. આવી લાઈટ સામેથી આવતા વાહનચાલકોની આંખ આંજી નાખે છે અને અકસ્માત થવાનો ભય ઉભો થાય છે. આ ત્રાસ દુર કરવા માટે હવે રાજ્યનું તંત્ર જાગ્યું છે અને તમામ આર.ટી.ઓ કચેરીને આ દિશામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
રાજ્ય પરિવહન વિભાગે માર્ગ સલામતી અંગે વધતી િંચતાઓને ધ્યાનમાં રાખીને, આવી હેડલાઇટથી સજ્જ વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે.
સુત્રો અનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આવી સફેદ લાઇટનો દુરુપયોગ ગંભીર જોખમ તરીકે ઉભરી આવ્યો છે. અધિકારીઓ કહે છે કે આવી ગેરકાયદે હેડલાઇટમાંથી આવતો ઝગઝગાટ માર્ગ અકસ્માતોમાં વધારો કરે છે એટલું જ નહી આવા અકસ્માતો જીવલેણ પણ બને છે.
આ પણ વાંચો :સ્પેસ ટેકનોલોજીમાં નવો યુગ: સાણંદના ખોરજ ખાતે આકાર લેશે દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
તમામ પ્રાદેશિક પરિવહન કચેરીઓને મોકલવામાં આવેલા આદેશ અનુસાર, સરકારને આવી LED લાઈટ વિશે સતત ફરિયાદો મળી રહી છે. આવી લાઈટને લીધે સામેના વાહન ચાલકની આંખ કેટલીક સેકંડ સુધી આંધળી થઇ જાય છે અને અમુક મીટર સુધી દેખાતું બંધ થઇ જાય છે. આવી સ્થિતિ અકસ્માત સર્જે છે. આર.ટી.ઓ.ના અધિકારીઓને આવી લાઈટ લગાડતા વાહનો સામે ઝુંબેશ શરુ કરવા આદેશ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને રાત્રીના સમયે ચેિંકગ કરવા જણાવાયુ છે. વધુમાં વાહનોના ડીલરને પણ જરૂરી સુચના આપવામાં આવી છે. હાઈ-વે ઉપર ડિપર અથવા હાઇ-બીમ ફંક્શનના દુરુપયોગથી સમસ્યા વધુ વિકરાળ બની છે. હાઇવે પર, ભારે વાહનોના ચાલકો ઘણીવાર નાના વાહનોને ડરાવવા માટે આવી LED બીમ ફ્લેશ કરે છે, જેના કારણે વિરુદ્ધ દિશામાંથી આવતા લોકોમાં ગભરાટ અને ક્ષણિક દૃશ્યતા ગુમાવવાનું કારણ બને છે.
શહેરી વિસ્તારોની સ્થિતિ પણ સારી નથી, જ્યાં વાહનો વારંવાર રસ્તાની ખોટી બાજુએ સફેદ LED ચાલુ રાખીને પાર્ક કરવામાં આવે છે, જે સામેથી સાચી સાઈડથી આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.
