Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા

Thu, July 31 2025


રાજકોટના લોકમેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી શરૂ થઇને દશમ સુધી રાજકોટનો મેળો મહાલવા ગામેગામથી લોકો ઊમટી પડે છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળાની મોજ માણે છે ત્યારે આ વર્ષે (2025) અઘોરી મ્યુઝીક સૌરાષ્ટ્રની જનતાને ડોલાવશે. આ વર્ષે શરૂઆતથી જ રાજકોટનો લોકમેળો વિવાદના વંટોળે ચડ્યો હતો. લોકોના મનમાં પણ મૂંઝવણ હતી કે રાઇડ્સ વગરનો મેળો કેવો હશે ત્યારે SOPમાં છૂટછાટ મળતા રાઈડ સંચાલકો અને લોકો બન્ને ખુશ-ખુશાલ છે.

લોકમેળા વિશે માહિતી આપતા કલેકટર ઓમપ્રકાશે કહ્યું હતું કે રાજકોટનો મેળો મનોરંજનથી ભરપૂર હશે. રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે તેવો અંદાજો હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકમેળા સમિતિ દ્વારા કુલ 234 પ્લોટ -સ્ટોલનું આયોજન કર્યું છે. જો કે, એસઓપી પાલનને લઈ રાઇડ્સ સંચાલકો આડા ફાટતા અગાઉ ત્રણ-ત્રણ મુદત વધારવા છતાં 234 સ્ટોલ-પ્લોટ સામે માત્ર 290 ફોર્મ ઉપડ્યા હતા જેમાંથી 193 ફોર્મ ભરાઈને પરત આવતા ડ્રો અને હરરાજી કરવામાં આવતા કુલ 234 પ્લોટ-સ્ટોલ પૈકી તમામ કેટેગરી મળી માત્ર 91 સ્ટોલ-પ્લોટના જ ખરીદદાર મળ્યા હતા અને 143 સ્ટોલ -પ્લોટ ખાલી રહેતા જિલ્લા કલેકટર દ્વારા તા.30 અને તા.31ના રોજ સ્ટોલ પ્લોટ માટે ફોર્મ વિતરણ અને પરત લેવાની મુદત વધારી હતી.

લોકમેળામાં અઘોરી ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે

મેળામાં લોકોની સુરક્ષા, કલેકટરે ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થાને પણ કરવામાં આવી છે તેમજ લોકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. 143 સ્ટોલ -પ્લોટ ખાલી છે અને આજે હરાજીનો છેલ્લો દિવસ છે જો સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ-અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. અત્યાર સુધીમાં લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના વેચાણ થકી વહીવટી તંત્રને રૂ.1.80 કરોડની આવક થઈ છે.

લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર થશે

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવ્યું હતું. ત્યારે કલેકટરે જણાવ્યું હતું કે લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર કરાશે તો સાથે જ તેની આમંત્રણ પત્રિકા પણ થોડા દિવસ તૈયાર થઈ જશે. મોટાભાગના પ્લોટની ખરીદી વેપારીઓ કરી લેશે. જો ત્યારબાદ પણ તમામ પ્લોટનું વેચાણ નહીં થાય તો ત્યાં સરકારી સંસ્થાઓને સ્ટોલ રાખવા માટેની મંજૂરી આપવામાં આવશે. આ વખતે લોકમેળામાં અઘોરી ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે. આ સાથે જ કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ અનિરુદ્ધ આહિરની પણ ઇવેન્ટ યોજાશે.

આ પણ વાંચો : દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી

દરમિયાન બુધવારે ફોર્મ વિતરણની નવી મુદતમાં પ્રથમ દિવસે જ જુદી-જુદી કેટેગરીમાં 28 ફોર્મનો ઉપાડ થયો હતો અને એક્સ-આઈસ્ક્રીમ ચોકઠાં કેટેગરીમાં 3 ફોર્મ તેમજ બી-1 ખાણીપીણી કેટેગરીમાં 2 ફોર્મ જમા થયા હતા. નોંધનીય છે કે, બી-રમકડાં ડ્રો કેટેગરીમાં 98 સ્ટોલ, ખાણીપીણી બી-1 કોર્નરમાં 34 પ્લોટ, એ-ખાણીપીણીમાં 2 તેમજ આઈસ્ક્રીમ ચોકઠાંમાં 9 સ્ટોલ-પ્લોટ ખાલી છે. જો કે,આજે ફોર્મ સ્વીકારવાનો અંતિમ દિવસ હોય આજ સાંજ સુધીમાં મેળાનું ચિત્ર સ્પષ્ટ બનશે.

 2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ

વર્ષલોકમેળાનુ નામ
2007રંગીલો લોકમેળો
2008રમઝટ લોકમેળો
2009નવરંગ લોકમેળો
2010સ્વર્ણિમ લોકમેળો
2011સાંસ્કૃતિક લોકમેળો
2012વિવેકાનંદ લોકમેળો
2013સાંસ્કૃતિક લોકમેળો
2014જમાવટ લોકમેળો
2015ગોરસ લોકમેળો
2016મારો રંગીલો મેળો
2017વાયબ્રન્ટ લોકમેળો
2018ગોરસ લોકમેળો
2019મલ્હાર લોકમેળો
2022આઝાદીનો અમૃત લોકમેળો
2023રસરંગ લોકમેળો
2024ધરોહર લોકમેળો

Share Article

Other Articles

Previous

રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ

Next

દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
8 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
22 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
23 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
23 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ડીનની નિમણૂકને લઈ વિવાદ ઘેરાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
લેવીસ ગ્રુપે કરોડોની કરચોરી કબૂલી: આંકડો 300 કરોડએ પહોંચ્યો, 25માંથી 3 લોકર ખુલ્યા, 50 લાખની જવેલરી સીઝ
ક્રાઇમ
6 મહિના પહેલા
મનમોહન મૌન નહોતા, વાત ઓછી અને કામ વધુ કરતાં હતા: અધીરરંજન
નેશનલ
3 વર્ષ પહેલા
જુનાગઢમાં લીલી પરિક્રમા દરમ્યાન 11 વર્ષીય બાળકી પર દીપડાનો હુમલો, થયું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર