આઇ-વે પ્રોજેકટનો ઇ-ચલણમાં ભગો? ફોટોમાં એકટીવા ચાલક યુવતી, મેમો નીકળ્યો જ્યુપીટરના માલિકનો
રાજકોટ શહેરમાં હેલમેટ નથી પહેરી તો પોલીસ નથી રોકતી, હાજર દંડ નથી લેવાતો એટલે એવું ન માનવું કે હેલમેટનો મેમો દંડ નથી. ઇ-ચલણ થકી ચાંદલો તો ચાલુ જ છે. જો કે એમાં પણ ઉતાવળે ભગો કે છબરડા થતા હોય તેમ આઇ-વે પ્રોજેકટમાં હેલમેટ વીના નીકળેલી યુવતી અને ટુવ્હીલર એકટીવા સાથે જેને કોઇ લેવા દેવા નથી તેવા જ્યુપીટર માલિક યુવકને ઇ-ચલણ મેમો આવ્યો છે. અને એ પણ મુદ્દત પૂર્ણ થવાને આરે હોવાના પાંચ દિવસ પૂર્વે જ. લેવા-દેવા નથીને ઇ-મેમો આવતા યુવક મુંઝવણમાં મુકાયો છે.
ત્રણ માસ પૂર્વે તા.8-9-ના રોજ યુવતી જીજે-03-એનએમ-5933 નંબરનું બ્લેક કલરનું એકટીવા લઇને હેલ્મેટ વીના ચહેરા પર બુકાની લગાવેલી યુવતી આઇ.વે પ્રોજેકટના કેમેરામાં સાંજના 5ઃ31ના સમયે કેદ થઇ હતી. હેલમેટ નહીં પહેર્યાનો મેમો એ એકટીવા સવાર યુવતી કે એકટીવાના માલિકને મળવો જોઅિ તેના બદલે ઇ-ચલણ મેમો જીજે-03-એમ.એન.-5933 નંબરના જ્યુપીટર ટુવ્હીલરના માલિકને મળ્યો. અને એ પણ ગત તા.26ના રોજ મોબાઇલ ફોન પર ઇ-ચલણમાં જો ત્રણ માસમાં ચલણ ન ભરે તો વી-કોર્ટ દ્વારા કાનુની કાર્યવાહી થશે તેવી સુચના હતી.

ખરેખર મેમો તા.8-9-25ના દિવસનો હોય તો કમ સે કમ દશ, પંદર દિવસમાં મોબાઇલ મેસેજ કે આવી કોઇ રીતે ઇ-મેમો મળવો જોઇએ. અને જે વ્હીકલ નંબર હોય ત્યાં જ મળવો જોઇએ. ઉતાવળે કદાચ સિરિઝ ચેંજ થઇ ગઇ હોઇ શકે. જીજે-03-એનએમ-5933ના બદલે જીજે-03-એમએન સિરિઝના ટુવ્હીલર જ્યુપીટરના માલિકના મોબાઇલ નંબર પર મેમો આવ્યો અને એ પણ 90 દિવસની મુદ્દદતના સપ્તાહ પૂર્વે જ આવ્યો.
આ પણ વાંચો :પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
આવી રીતે ચેક કર્યા વીના જ સુધી ઇ-ચલણ મોકલાવી દીધુ અને ફરી બીજો મેસેજ પણ કર્યો કે હવે તમારો કેસ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેનું વાહન નથી તેને મેમો મળતા હવે એ વ્યક્તિ જો મેમો કેન્સલ ન થાય તો કોર્ટના દ્વવાર ખટખટાવવા તૈયારી દર્શાવી છે.
