‘I LOVE MUHAMMAD’ બેનર વિવાદ : રાજકોટના ભીલવાસમાં પણ આવા બેનર લાગ્યા
રાજકોટ શહેર શાંતિ અને ભાઇચારાનું શહેર ગણાય છે. અહીં યાજ્ઞિક રોડને જોડતા ભીલવાસ માર્ગ પર આઇ લવ (સિમ્બોલ) મહમદ અંગ્રેજીમાં લખેલું બેનર રોડની વચ્ચે લગાવાયું છે. આઇ લવ મહમદ બેનર સાથે યુપીના બરેલીમાં દેખાવ થતાં ત્યાં ઘર્ષણ ઉદ્ભવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હિન્દુ ધર્મના આરાધના પર્વ નવરાત્રિમાં ભીલવાસમાં આવા બેનર લાગતા ત્યાંથી પસાર થતા લોકો કૂતુહલ પામ્યા હશે.

છેલ્લા ઘણા દિવસોથી ‘આઈ લવ મોહમ્મદ’ બેનર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. અનેક જગ્યાઓ પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જે શાંતિ અને ભાઈચારાનું શહેર ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં આવું બેનર જોવા મળતા લોકો આશ્ચર્ય પામ્યા હતા. યાજ્ઞિક રોડને જોડતા ભીલવાસ માર્ગ પર આઇ લવ (સિમ્બોલ) મહમદ અંગ્રેજીમાં લખેલું બેનર રોડની વચ્ચે લગાવાયું છે. તો રાજકોટના દૂધની ડેરી વિસ્તારમાં પણ આ બેનર લગાવવામાં આવ્યું છે.
હજુ ગઇકાલે જ આઇ લવ મહમદ બેનર સાથે યુપીના બરેલીમાં દેખાવ થતાં ત્યાં ઘર્ષણ ઉદ્ભવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બરેલીમાં લોકો પોસ્ટર સાથે રસ્તા પર નીકળી પડતાં બબાલ થઈ હતી ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પાડી હતી. ત્યારે જો રાજકોટની વાત કરવામાં આવે તો શાંતિ અને ભાઇચારાનું શહેરમાં હિન્દુ ધર્મના આરાધના પર્વ નવરાત્રિમાં ભીલવાસમાં અને દૂધની ડેરી વિસ્તારમાં આવા બેનર લાગતા ત્યાંથી પસાર થતા લોકો કૂતુહલ પામ્યા હશે.
