માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ : રાજકોટ પોલીસે પાર પાડયું ઓપરેશન, 50થી વધુ બાળકી-યુવતીની તસ્કરી કરી ગોરખધંધામાં ધકેલી દેવાઇ
છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ મારફતે ભારતમાં નાની બાળકીઓ તેમજ મહિલાઓની માનવ તસ્કરીના કિસ્સા વધ્યા હોય સુરક્ષા એજન્સીઓ આ દિશામાં એકદમ સાબદી બની જવા પામી છે. આવી જ એક માનવ તસ્કરી દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના નાવગાંવમાંથી થઈ હતી. અપહરણ કરાયેલી બાળકી અમદાવાદમાં હોવાની બાતમી મળતાં જ રાજકોટ સ્પેશ્યલ બ્રાન્ચના પીઆઈ જી.આર.ચૌહાણ સહિતની ટીમે બાળકી દલદલમાં ફસાય તે પૂર્વે જ દરોડો પાડી બચાવી લીધાં બાદ માનવ તસ્કરીના મોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો.
50થી વધુ બાળકી-યુવતીની તસ્કરી કરી ગોરખધંધામાં ધકેલી દેવાઇ
પોલીસે હાલ તો એક જ બાંગ્લાદેશી બાળકીને બચાવી છે પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરતાં બાંગ્લાદેશથી આ પ્રમાણે અપહરણ કરી કરીને ૫૦થી વધુ બાળકી અને યુવતીની તસ્કરી કરી તેને ભારતના અલગ-અલગ રાજ્યના શહેરોમાં સ્પા સહિતના ગોરખધંધામાં ધકેલી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પકડાયેલ સુલોતાસિંહ ઉર્ફે બુલીએ આ પ્રકારે કેટલી બાળકી ખરીદી છે તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસે મિનિ ઉત્તરપ્રદેશ ગણાતાં અમદાવાદના નારોલમાં દરોડો પાડીને બાળકીને હેમખેમ બચાવી લીધી હતી. જો કે આ ઓપરેશન બિલકુલ સરળ રહ્યું ન્હોતું કેમ કે બાળકી અને તેને ખરીદનાર મહિલા
મહિલાના 33 વર્ષના ઢગા સાથે બાળકીને પરણાવાની હતી
અપહરણ થયું ત્યારે ૧૩ અને હાલ સાડા ચૌદ વર્ષની બાળકીને સુલોતાસિંહ ઉર્ફે બુલીના ૩૩ વર્ષીય પુત્ર સાથે પરણાવી દેવાની તૈયારી ચાલી રહી હતી પરંતુ તે પહેલાં જ પોલીસે તેને બચાવી લેતાં એક બાળકીની જિંદગી નરક બનતા અટકી ગઈ હતી. આ વાત ખુદ સુલોતાસિંહ ઉર્ફે બુલીએ પોલીસ પૂછપરછમાં કબૂલી હતી.
બન્ને એકસરખો જવાબ આપી રહ્યા હતા. જો કે બન્નેને અલગ કરીને એક જ સવાલ પૂછવામાં આવ્યા બાદ અલગ-અલગ જવાબ મળતાં જ ભાંડો ફૂટી ગયો હતો. આ અંગેની એક અરજી તે સમયે અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ના પીઆઈ જી.આર.ચૌહાણને મળી હતી. તેઓ તપાસ કરી રહ્યા હતા બરાબર ત્યારે જ તેમની બદલી રાજકોટ થઈ હતી અને તેમને સ્પેશ્યલ બ્રાન્ચના પીઆઈ તરીકે મુકવામાં આવ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલાં પીઆઈ ચૌહાણને બાતમીદારનો ફોન આવ્યો હતો કે અપહૃત બાળકીને કોલકત્તાથી ફરી અમદાવાદના નારોલમાં રાખવામાં આવી છે. જો કે હવે પીઆઈ ચૌહાણ માટે અમદાવાદ દરોડો પાડવો હોય તો ઉપરી અધિકારીઓની મંજૂરી ફરજિયાત બની જતી હોવાથી તેમણે તાત્કાલિક મંજૂરી મેળવી રાજકોટ એએચટીયુ અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સાથે રાખી નાોલ જઈને બાળકીને છોડાવી હતી.
પીઆઈ ચૌહાણે જણાવ્યું કે તેમણે અને તેમની ટીમે બાળકીને ખરીદનાર મહિલા સુલોતાસિંહ ઉર્ફે બુલી (રહે.અમદાવાદ) અને બાળકીની દોઢ કલાક સુધી પૂછપરછ કરી હતી પરંતુ બાળાનું બ્રેઈનવોશ કરી નાખવામાં આવ્યું હોય દરેક સવાલના એક સરખા જવાબ મળી રહ્યા હતા. આ પછી બન્નેની અલગ-અલગ પૂછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ પણ જવાબ
એક જ મળતા હતા. જો કે એક સવાલનો જવાબ અલગ મળ્યા બાદ બ્રેક-થ્રુ મળી ગયું હતું. પોલીસે મહિલાને પૂછયું હતું કે આ બાળકી તારી સાથે ક્યારથી છે ? તે મહિલાએ જવાબ આપ્યો કે તે નાનપણથી મારી સાથે જ છે. આ જ સવાલ બાળકીને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તે દોઢ વર્ષ પહેલાં જ અહીં આવી છે. આ જવાબના આધારે જ પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું અને મહિલાની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને સઘળી વિગતો ઓકી દીધી હતી. આ બાળકી દોઢ વર્ષ પહેલાં જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી ત્યારે અપહરણકારોએ તેનું અપહરણ કરી લઈને કોલકત્તા લઈ આવ્યા હતા. અહીંથી નવ મહિના પહેલાં અમદાવાદમાં કુટણખાનું ચલાવતી સુલોતાસિંહ ઉર્ફે બુલી બાળકીને ૪૦ હજારમાં ખરીદીને લાવી હતી.
બાતમીદારે કહ્યું, સાહેબ, તમારા સિવાય કોઈને માહિતી નહીં આપું
પીઆઈ જી.આર.ચૌહાણે જણાવ્યું કે બાળકીને દોઢ વર્ષ પહેલાં બાંગલાદેશથી કોલકત્તા લાવવામાં આવી હતી અને ત્યાંથી ૪૦ હજારમાં તેનું વેચાણ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં બાળકી અને મહિલાનો પુત્ર કોલકત્તા જ્યાં બાળકીના તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતા. આ પ્રક્રિયા પૂl થયા બાદ બન્ને અમદાવાદ આવી ગયા હતા, જેવા આ બન્ને અમદાવાદ આવ્યા કે બાતમીદારનો ફોન આવ્યો હતો. જજે કે પીઆઈ ચૌહાણે પોતાની બદલી થઈ ગઈ હોવાથી આ બાતમી કોઈ અન્ય પીઆઈને આપવા કહેતાં બાતમીદારે કહ્યું હતું કે સાહેબ, હું તમારા સિવાય કોઈને
માહિતી નહીં આપું…જો તમે બાળકીને બચાવવા પાટે આવવાના હોવ તો જ હું આગળ વાત કરીશ. આ પછી પીઆઈ ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી અમદાવાદ પહોંચ્યા હતા.
50થી વધુ બાળકી-યુવતીની તસ્કરી કરી ગોરખધંધામાં ધકેલી દેવાઇ
પોલીસે હાલ તો એક જ બાંગ્લાદેશી બાળકીને બચાવી છે પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરતાં બાંગ્લાદેશથી આ પ્રમાણે અપહરણ કરી કરીને ૫૦થી વધુ બાળકી અને યુવતીની તસ્કરી કરી તેને ભારતના અલગ-અલગ રાજ્યના શહેરોમાં સ્પા સહિતના ગોરખધંધામાં ધકેલી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પકડાયેલ સુલોતાસિંહ ઉર્ફે બુલીએ આ પ્રકારે કેટલી બાળકી ખરીદી છે તેની પૂછપરછ ચાલી રહી છે.
મહિલાના 33 વર્ષના ઢગા સાથે બાળકીને પરણાવાની હતી
અપહરણ થયું ત્યારે ૧૩ અને હાલ સાડા ચૌદ વર્ષની બાળકીને સુલોતાસિંહ ઉર્ફે બુલીના ૩૩ વર્ષીય પુત્ર સાથે પરણાવી દેવાની તૈયારી ચાલી રહી હતી પરંતુ તે પહેલાં જ પોલીસે તેને બચાવી લેતાં એક બાળકીની જિંદગી નરક બનતા અટકી ગઈ હતી. આ વાત ખુદ સુલોતાસિંહ ઉર્ફે બુલીએ પોલીસ પૂછપરછમાં કબૂલી હતી.
બાંગ્લાદેશની સામાજિક સંસ્થાએ ભારતન સંપર્ક કર્યો અને શરૂ થયું ઓપરેશન
દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના નાવગાંવમાંથી ૧૩ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનો પત્ર ત્યાંથી સામાજિક સંસ્થાએ દિલ્હીની એક સામાજિક સંસ્થાનું સંચાલન કરતાં મહિલાને લખ્યો હતો. આ પછી સામાજિક સંસ્થાએ તપાસ કરત બાળકી અમદાવાદમાં હોવાનું સામે આવતાં ત્યાંની પોલીસને પત્રના આધારે અરજી કરાઈ હતી જેના પરથી પોલીસે તપાસ શરુ કરી હતી. આ તપાસ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાં આખરે સફળતા સાંપડી છે.