હમ ભી કિસી સે કમ નહિ…કેન્સર વોરિયર હિંમતના હલેસા સાથે દરિયો ખેડશે
25 મી જાન્યુઆરીએ દ્વારકાધીશના દર્શન સાથે દ્વારકાથી સોમનાથની 250 કિલોમીટરની કાયકિંગ ચેલેન્જ શરૂ થશે:રાજકોટ, અમદાવાદ અને પોરબંદર તેમજ દેશ વિદેશમાંથી કેન્સર વોરિયરએ ભાગ લીધો : સૌથી વધુ સોલો કાયકિંગ કરનાર દેવાંગ ખાવડ, સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતેલા સ્વીમર સાથ આપશે:”વોઇસ ઓફ ડે”એ ઓલ ધી બેસ્ટની આપી શુભેચ્છા
હમ ભી કિસી સે કમ નહિ…ના સૂત્ર સાથે અને સમાજમાં કેન્સર માટેની જાગૃતતા ફેલાવવા માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા તારીખ 25મીથી દ્વારકા થી સોમનાથ સુધી કયાકિંગ ચેલેન્જ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના આઠ કેન્સર વોરિયર સાથે અમદાવાદ અને પોરબંદર થી 12 તેમજ દેશ-વિદેશના 250 કિલોમીટરનો દરિયો ખેડશે. જેના માટે છેલ્લા બે મહિનાથી કેન્સર વોરિયર પોતાની તમામ તકલીફોની સાઈડ પર મૂકીને જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે.
“વોઇસ ઓફ ડે”ની શુભેચ્છા મુલાકાત દરમિયાન કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્વિનભાઈ સોલંકી, મનોજભાઈ પરમાર, ભારતીબેન કુરિયા, હેમાબેન કક્કડ,બીનાબેન હરિયાણી, ભગવતીબેન બસીયા, પ્રવીણભાઈ હરિયાણી, મંજુબેન મકવાણાએ તેમની તૈયારીઓ અને કયા પડકારોમાંથી તેઓ પસાર થયા છે તે અંગે વિગતવાર માહિતી જણાવી હતી.

વર્લ્ડ કેન્સર દિવસ નિમિત્તે દ્વારકા થી સોમનાથની ક્યાકિંગ એક્સપીડિશન નું આયોજન કરવામાં આવ્યું છે ,જેમાં 24 તારીખે દ્વારકાધીશને આરોહણ સાથે તેમના આશીર્વાદ સાથે દ્વારકાના કલેક્ટરના હસ્તે આ એક્સપીડિશનને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.
આ ઇવેન્ટમાં દેશમાં સૌથી વધુ કયાકિંગના કિંગ ગણાતા દેવાંગ ખાવડ ખાસ હાજર રહેશે અને દસ દિવસ દરમિયાન તેમના તરફથી માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત ટોચના સ્વીમર અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ડિસ્ટ્રિક્ટ સ્વીમીંગ એસોસિએશન સાથ આપશે. દ્વારકા થી શરૂ થનાર આ ઇવેન્ટમાં 25 કી. મી.નું કાયકિંગ દરરોજ કરવામાં આવશે. દસ દિવસ સુધી દરરોજ દરિયાકાંઠાના આસપાસના ગામોમાં કેન્સર અંગેની જાગૃતિ મેમોગ્રાફી ટેસ્ટ ,રસીકરણ કેમ્પ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.
દ્વારકા ,ઓખા મઢી,હર્ષદ,નાવદ્રા, પોરબંદર,નાવી બંદર, માધવપુર,મોચા, માંગરોળ,ચોરવાડનો દરિયો ખેડી સોમનાથ આ યાત્રા પૂરી થશે. આ ઇવેન્ટ માટે ડોક્ટરોની ટીમ 108 એમ્બ્યુલન્સ 40 થી વધુ સંસ્થાઓ સતત ખડેપગે રહેશે.