અશ્વપ્રેમી ક્રિકેટર રવીન્દ્ર જાડેજા… જામનગરના ફાર્મહાઉસમાં ઘોડે સવારી કરતા જોવા મળ્યા, જુઓ વિડીયો
હંમેશા પોતાના અનોખા અંદાજમાં જોવા મળતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ઘોડેસવારી કરતાં જોવા મળ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ રવીન્દ્ર જાડેજા જામનગર આવ્યા છે. તેઓ જામનગરમાં પોતાના ફાર્મહાઉસ ખાતે ઘોડેસવારીનો આનંદ માણતા નજરે પડ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ઘોડેસવારીના વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી જી તારા પગલાં વખાણું ગીત પર પોસ્ટ કર્યા છે. આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે બાદ બાપુ છવાઈ ગયા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન આપ્યું છે જડડું જી તારા હાથ વખાણું..કે શ્યામા તારા પગડા પખાણું.
આ પહેલા પણ રવીન્દ્ર જાડેજા અશ્વસવારીનો આનંદ ઉઠાવતાં નજરે પડ્યા છે. તેઓ અશ્વપ્રેમી છે. અને અવારનવાર જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પોતાના પાલતુ અશ્વ સાથે સમય પસાર કરે છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજા 16 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે ઘરેલુ ટેસ્ટ ક્રિકેટમાં નજરે પડશે. આ પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે.