ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે પરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવીશું.મુખ્ય આંકડાકીય માહિતીકેન્દ્ર સરકારના ‘પોષણ ટ્રેકર’ ડેટા મુજબ નીચે મુજબનો સુધારો જોવા મળ્યો છે:
જાન્યુઆરી 2025: ઓછા વજનવાળા બાળકોની ટકાવારી 20.5 ટકા હતી.• જાન્યુઆરી 2026: આ ટકાવારી ઘટીને 11.4 ટકા થઈ છે.• કુલ ઘટાડો: એક જ વર્ષમાં 9.1 ટકાનો માતબર ઘટાડો.આ પ્રગતિ NFHS-5 ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે.
જિલ્લાવાર સુધારોમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026 ની સ્થિતિએ ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નોંધપાત્ર સુધારો થયો છે.જાન્યુઆરી 2026ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મોડાસા તાલુકામાં સૌથી વધુ 10.9ટકા અને બાયડમાં 9.5ટકાનો ઘટાડો નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુપોષણમાં સરેરાશ 5.7 ટકાનો ઘટાડો થયો છે, જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 12.5ટકાનો સુધારો જોવા મળ્યો છે.
- બાલશક્તિ: 6 માસથી 3 વર્ષના બાળકો માટે.
- માતૃશક્તિ: સગર્ભા અને ધાત્રી માતાઓ માટે.
- પૂર્ણાશક્તિ: કિશોરીઓ માટે પેકેટ્સનું વિતરણ.
- પોષણ સુધા યોજના: 14 આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક વખતનું સંપૂર્ણ ગરમ ભોજન આપવામાં આવે છે.
એ માત્ર આરોગ્યનો જ નહીં, પરંતુ સામાજિક ચિંતાનો વિષય છે. બાળ સંકલિત વિકાસ યોજના દ્વારા આપવામાં આવતો આહાર બાળકની દૈનિક જરૂરિયાતનો ત્રીજો ભાગ પૂરો પાડે છે, બાકીના સહયોગ માટે સામાજિક ભાગીદારી અનિવાર્ય છે.
