કોણ બન્યા સૈન્યના નવા વડા ? જુઓ
દેશના નવા સૈન્ય વડા તરીકે રવિવારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શાન સાથે અને નવા જુસ્સા સાથે ચાર્જ સંભાળ્યો સ હતો. ભારતીય સૈન્યના ઈતિહાસમાં પ્રથમ વખત બે ક્લાસમેટ લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય સૈન્ય અને નેવીના પ્રમુખ તરીકે સક્રિય છે.
મધ્ય પ્રદેશની સૈનિક સ્કૂલ રીવાથી આવનારા નેવીના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને સૈન્ય પ્રમુખનુ પદ સંભાળનાર લેફ્ટિનેંટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1970ના દસકના શરૂઆતમાં પાંચમા ધોરણમાં એક સાથે અભ્યાસ કરતા હતા. મનોજ પાંડે નિવૃત થયા બાદ દ્વિવેદીએ કમાન સંભાળી છે. એમને ચીન અને પાકની સીમાઓ પરનો ઊંડો અભ્યાસ છે અને આતંકવાદ સામે એમની રણ નીતિ ચોટદાર રહી છે.
અભ્યાસ દરમિયાન બન્ને અધિકારીઓના રોલ નંબર પણ એકબીજાની નજીક હતા, લેફ્ટિનેંટ જનરલ દ્વિવેદીનો રોલ નંબર 931 જ્યારે એડમિરલ ત્રિપાઠીનો 938 હતો. શાળામાં અભ્યાસ સમયથી જ બન્ને સારા મિત્રો છે. અને સૈન્યમાં અલગ અલગ કામ હોવા છતા હંમેશા એકબીજાના સંપર્કમાં રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણે ટ્વીટ કરીને કહ્યું હતું કે બે પ્રભાવશાળી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવા! માટેનું આ દુર્લભ સન્માન અને તેનો શ્રેય મધ્ય પ્રદેશની સૈનિક સ્કૂલને જાય છે. જ્યાંના બે પૂર્વ વિદ્યાર્થીઓ 50 વર્ષ બાદ પોત પોતાના સૈન્યનું નેતૃત્વ કરશે.
બંને અધિકારીઓને સૈન્યમાં કમાન મળી તે વચ્ચે પણ બહુ મોટું અંતર નથી. એડમિરલ ત્રિપાઠીએ 1 મેના રોજ ભારતીય નેવીની કમાન સંભાળી હતી. જ્યારે લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે 30મી તારીખે સૈન્યના વડાનું પદ સંભાળ્યું હતું.