હાઈકોર્ટનો મોટો ચુકાદો: રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન 3 મહિના માટે અટક્યુ,નોટિસો રદ્દ કરતા 1358 પરિવારને રાહત
રાજકોટમાં આજી રિવરફ્રન્ટ બનાવવા માટે જંગલેશ્વરના 1358 જેટલા દબાણકર્તાઓને કલેકટર તરફથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ મામલે પરેશાન રહીશોએ હાઇકોટમાં અરજી કરતાં જંગલેશ્વર વિસ્તારનું ડિમોલિશન ત્રણ મહિના માટે અટક્યું છે. અસરકર્તાની અપીલને ધ્યાને લઈને હાઈકોર્ટે આપ્યો ચુકાદો છે. અરજદારે 15 દિવસમાં GRT( ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ )માં અપીલ કરવા અને GRTએ 3 માસની અંદર કેસ ચલાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અરજદારો હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
આ અંગે મળતી માહિતી પ્રમાણે કલેકટરની નોટીસ સામે જંગલેશ્વરનાં અરજદારો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં. શનિવારનાં રોજ અરજીની સુનાવણી થતાં ન્યાયમૂર્તિ શ્રીમતિ વૈભવી નાણાવટી દ્વારા સોમવાર સુધી ડિમોલીશન પર રોક લગાવવામાં આવી છે.આજે સવારે આ અરજી બાબતે સરકાર અને અરજદારોના પક્ષે રજૂઆતો થઈ હતી.
જંગલેશ્વરમાં 1358 જેટલા દબાણકર્તાઓ છે અને આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો છે. કલેક્ટર તંત્રે સરકારી જમીનમાં આવેલી આ ગેરકાયદે દબાણો ખાલી કરવા નોટીસો આપી હતી. તમામ પરિવારોના લેખિત નિવેદનો અને વાંધા સાંભળ્યા બાદ કલમ 202 હેઠળ ડિમોલીશનનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ગત સપ્તાહે જ જિલ્લા કલેક્ટર દ્વારા ડિમોલીશનની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો :ભારત સામે મેચ ન રમવાનો દાવ પાકિસ્તાનને પડશે ભારે! કડક પગલાં લેવાની ICCની તૈયારી, 48 કલાકમાં લેવાશે નિર્ણય
ડિમોલીશનના ખતરા વચ્ચે અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોએ આધાર પુરાવા અને દલીલો રજૂ કરી, જેમાં અસરગ્રસ્તોના વકીલોએ પરિવારની લાંબી વાસ્તવિક વસ્તી અને સુપ્રીમ કોર્ટેના જુદા ચુકાદાઓ ઉલ્લેખિત કર્યા.
સામસામી દલીલો બાદ હાઈકોર્ટે નિર્ણય કર્યો કે કલમ 202 હેઠળની નોટીસ રદ્દ કરવામાં આવે અને 90 દિવસમાં નવી અરજીઓ કરવાની તક આપવામાં આવે. હાલ ડિમોલીશન પ્રક્રિયાને તાત્કાલિક રોકવામાં આવી છે, પરંતુ પુનઃવસન મામલે હાઈકોર્ટે હજુ કોઇ નક્કી હુકમ જાહેર કર્યો નથી. આ અંગેની સુનાવણી જીઆરટીનો નિકાલ થયા પછી થઈ શકે છે.
