સાળંગપુરનું નામ આવે એટેલ શ્રીકષ્ટભંજન દેવનું નામ પહેલા આવે. આજે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે. ત્યારે દાદાના ભક્તો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદથી દાદાના સાળંગપુર માત્ર 40 મિનિટમાં પહોંચી શકાશે તેમજ ટૂંક સમયમાં અમદાવાદ-સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી રાજ્યનું પહેલું એવું મંદિર બન્યું છે, કે જેમાં હેલિકૉપટરથી દર્શનનો લાભ લઈ શકાશે. આ સમાચારથી ભક્તજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
મે મહિનામાં સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે.
લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામ માંથી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવામાં આવશે.આ સર્વિસ માટે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે જે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે હશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે.
આખા ગુજરાતના યાત્રાધામ માંથી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવામાં આવશે. આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. આ હેલિકોપ્ટરમાં 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું રહેશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે સાળંગપુર પહોંચવું ઘણું સરળ બની જશે.આ રાઈડ માટે ભક્તો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.
