ગુજરાતમાં હીટવેવની આગાહી : આજે અને કાલે સૂરજદાદાનો મિજાજ ગરમ રહેશે, 9 જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યમાં ઉનાળા પૂર્વે જ આકરા તડકાની શરૂઆત થઇ છે. ત્યારે સીઝનમાં પહેલી વખત જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત જિલ્લામાં હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને યલો એલર્ટમાં સાવચેત રહેવા સલાહ જારી કરી કામ વગર તડકામાં જવાનું ટાળવાની સાથે તરસ લાગી ન હોય તો પણ લોકોને પાણી પીવા તેમજ લીંબુ પાણી, ઓઆરસેસ લેવા અનુરોધ કર્યો છે.
આજે એટલે કે, ૧૧મી માર્ચ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે રાજયમાં આજે ૧૧ માર્ચે નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે ૧૨ માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી ૨-૩ દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાની શક્યતા છે.
કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
૧૨ માર્ચની આગાહી જોઈએ તો, રાજયમાં આગામી બે દિવસ ગરમીનો પારો ઊંચકાવવાની સંભાવના છે. ત્યારે રાજયના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.