દિવાળી એકદમ નજીક આવી ચૂકી છે ત્યારે એક-એક શહેરીજન તેની મન ભરીને `યાદગાર’ ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે.
બીજી બાજુ મહાપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યો છે. જે પ્રકારે મનમોહક લાઈટિંગ કરાયું છે તેને જોતાં સ્પષ્ટ કહી શકાય કે રાજકોટમાં આજથી રાત પડશે’ને દિવસ ઉગશે.
આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે જ્યાંથી રિંગરોડ શરૂ થાય છે ત્યાંથી લઈ આખા રસ્તે લાઈટિંગયુક્ત ગેઈટ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે ચાર કિલોમીટરના રસ્તે એક-એકથી ચડિયાતી લાઈટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આ કાર્નિવલનું રવિવારે સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતનાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી લઈ ૩૧ ઑક્ટોબર સુધી શહેરીજનો આ રોશનીનો આનંદ ઉઠાવી શકશે.