ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ:બોર્ડની વેબસાઈટ પર જોવા મળશે
કોઈપણ રજૂઆત હશે તો 5 એપ્રિલ સુધી પ્રશ્નદીઠ રૂ.500 ફી ચૂકવી ઈમેલ કરવા સૂચના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાની આન્સર કી થઈ છે. ગણિત, ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજીનાં પ્રશ્નપત્ર સેટ નંબર એક થી 20 ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે.
આન્સર કી અંગેની રજૂઆત ઈમેલ માલફત સ્વીકારવામાં આવશે અને પ્રશ્નદીઠ નક્કી કરવામાં આવેલી રૂપિયા 500 ની ફી બેંકમાં ભરવાની રહેશે. રજૂઆત માટે વિષયવાર,માદયમ અને પ્રશ્ન દીઠ અલગ અલગ ફોર્મ ભરી 5 એપ્રિલને શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં જરૂરી આધાર દસ્તાવેજો સાથે મોકલી આપવા બોર્ડ દ્વારા સૂચના અપાય છે.