ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મના પ્રોડયુસરે સગીરા પર આચર્યું દુષ્કર્મ : પોક્સો હેઠળ નોંધાયો ગુનો
રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ધરાવતા ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર જયેશ ઠાકોર સામે સગીરાને ફિલ્મમાં કામ આપવાની લાલચે ઓફિસે બોલાવી દુષ્કર્મ ગુજાર્યાના આરોપસર યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાંચ દિવસ લાપત્તા રહેલી સગીરા ઘરે પરત ફરતા તેણે વર્ણવેલી વિતક આધારે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો :હવે શેરની સામે 20 લાખના બદલે રૂપિયા 1 કરોડની લોન મળશે : રિઝર્વ બેન્કની જાહેરાત
ગુજરાતી ફિલ્મો, આલ્બમ કે સોંગ્સ આવા સંગીત કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામકાજ ધરાવતા અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકેની ઓળખવાળા જયેશ ઠાકોરે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ધરાવે છે. તેણે ફિલ્મ ઓડિશન માટે રાજકોટમાં રહેતી 15 વર્ષની વય ધરાવતી સગીરાને ફિલ્મમાં કામ અપાવવાની લાલચે ફસાવી હતી. બે વર્ષ પહેલાં સગીરાને જાળમાં લઈ તેણે ઓફિસમાં સગીરા પર દુષ્કર્મ કર્યું હતું.
સગીરા થોડો વખત પહેલાં ઘરેથી ગુમ થઈ હતી. જે તે સમયે સગીરાના પરિવાર દ્વારા સગીરા ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પાંચેક દિવસ બાદ સગીરા પરત ફરી હતી. પરિવારજનોની પૂછતાછ બાદ સમગ્ર ઘટના બહાર આવતા આજે યુનિવર્સિટી પોલીસ મથકે જયેશ ઠાકોર વિરૂધ્ધ પોક્સોના આરોપસર ગુનો નોંધાવ્યો હતો. પોલીસના કહેવા મુજબ આરોપી ગુજરાતી ફિલ્મો બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. આરોપીની ધરપકડની પીઆઈ હર્ષ પટેલ તથા ટીમે તજવીજ હાથ ધરી છે.
