ગુજરાતી એક્ટ્રેસ આરોહી પટેલ અને તત્સત મુનશીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો આવી સામે
હજુ થોડા સમય પહેલા જ ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ લગ્ન કર્યા હતા. ત્યારે વધુ એક ગુજરાતી એક્ટ્રેસ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આપણે વાત કરી રહ્યા છે આરોહી પટેલની જેણે તત્સત મુનશી સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આરોહીએ પોતાના લગ્નના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા અને હવે તેણીએ ઑફિશિયલી લગ્ન કરી લીધા છે તેની જાણકારી આપી હતી.
ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીના લગ્ન બાદ લવની ભવાઈ એકટ્રેસ RJ અંતરા એટલે કે આરોહી પટેલ પણ લગ્નના બંધન બંધાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આરોહી તેના ખાસ મિત્ર અને બોયફ્રેન્ડ તત્સત મુનશી સાથે લગ્ન કરશે ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અભિનેત્રીએ જાતે પોતાના ઈનસ્ટા ગ્રામ અકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી છે. મળતી માહિતી અનુસાર,આરોહી પટેલ અને તત્સત મુનશીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં છે. આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ ઉદયપુર પહોંચી હતી
તત્સત મુનશી અને આરોહી પટેલે ‘ઓમ મંગલમ સિંગ્લમ’ ફિલ્મ અને વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કરેલું છે. આ સિવાય આ બંને અવારનવાર સાથે જોવા મળે છે અને બન્ને ખાસ મિત્રો છે. તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીના રિસેપ્શન ફંક્શનમાં તત્સત મુનશી અને આરોહી પટેલે પેપ્સ સામે એકસાથે પોઝ આપ્યા હતા.
લગ્નનો લૂક સિમ્પલ પણ ખાસ
આરોહી અને તત્સત બંનેએ લગ્નમાં પોતાનો લૂક સિમ્પલ રાખ્યો હતો, છતાં પણ તેમનો આ લૂક ખાસ હતો. આરોહીએ પોસ્ટ કરેલી તસવીરમાં તેના હાથની મહેંદીમાં તત્સતનું નામ પણ જોવા મળી રહ્યું છે.
તત્સત મુનશી અને આરોહી પટેલ વેબ સિરીઝ નોન-આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા હતા અને ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના શૂટિંગ પછી તેમની મિત્રતા વધુ મજબૂત બની. જે બાદ તે બન્નેએ ગઈકાલે લગ્ન કરી લીધા છે. સામે આવેલી તસવીરોમાં બન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે. આરોહીએ વ્હાઈટ-ક્રીમ સાથે રેડ બ્લાઉસના કોમ્બિનેશન વાળો લગ્નનો જોડો પહેર્યો છે. જ્યારે તે સેમ મેચિંગ સાથે તત્સત મુનશીએ વ્હાઈટ-ક્રીમ શેરવાની પહેરી છે. નવદંપતિ મલ્હાર અને પૂજા પણ ખાસ મિત્ર આરોહીના લગ્નમાં સામેલ થયાં હતા.
તત્સત મુનશી અને આરોહી પટેલે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે આ તસ્વીરો શેમારો પરથી પણ શેર કરવામાં આવી છે. જે સાથે આરોહી અને તત્સત મુનશીને ટેગ કરવામાં આવ્યા છે.
આ પોસ્ટ આરોહીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને આ પોસ્ટ શેર કરતાં લખવામાં આવ્યું છે કે “પ્રેમ દોસ્તી હૈ”
અગાઉ અફવાઓ હતી કે આ બે કલાકારો એટલે કે આરોહી પટેલ અને તત્સત મુનશી ટૂંક સમયમાં જ લગ્ન કરશે! આ સાથે હાર્ટ ઈમોજી શેર કરવામાં આવ્યું છે. ત્યારે બન્નેના લગ્નની તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા છે અને આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ બન્નેને અભિનંદન પાઠવી રહ્યા છે. આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘અમે જાણતાં હતાં’. બીજા યુઝરે લખ્યું છે કે ‘સરસ’. આ સિવાય બીજા એ લખ્યું અભિનંદન