રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી સામે ગુજરાત હાઈકોર્ટે કરી લાલ આંખ: ક્નટેમ્પ્ટ પીટીશનમાં હાજર રહેવા નોટિસ, જાણો શું છે મામલો
રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી અને મહેસૂલી તંત્ર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. પાળ દરબારની ખેતીની જમીનોના મામલે હાઈકોર્ટના હુકમનું મનસ્વી અર્થઘટન કરી કબજો લેવાની કાર્યવાહી કરવા બદલ હાઈકોર્ટે કલેક્ટર અને મામલતદાર સામે ક્નટેમ્પ્ટ ઓફ કોર્ટ (અદાલતની અવમાનના) હેઠળ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ મામલે જવાબદાર અધિકારીઓને આગામી 22 જાન્યુઆરી, 2026ના રોજ અદાલતમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જેને પગલે કલેક્ટર કચેરીમાં દોડધામ મચી ગઈ છે.
વિગતો મુજબ, સ્વ. હરિશચંદ્રિંસહ જાડેજા રાજકોટ જિલ્લાના જશવંતપુર, પાળ, રૈયા સહિતના 6 ગામોના ગીરાસદાર હતા. તેમની જમીનો અંગેનો લેન્ડ સીિંલગનો કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેિંન્ડગ છે. અગાઉ હાઈકોર્ટે માત્ર રૈયા ગામના સર્વે નંબર 250ની જમીન માટે જ રિસીવર કમિટીને કબજો સોંપવા આદેશ કર્યો હતો. જોકે તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીએ 1 એપ્રિલ 2025ના રોજ એક હુકમ કરી પાળ ગામના અંદાજે 12 જેટલા સર્વે નંબરોનો કબજો પણ કમિટીને સોંપવા આદેશ કરી દીધો હતો. હકીકતમાં હાઈકોર્ટે આ સર્વે નંબરો અંગે કોઈ જ આદેશ આપ્યો ન હતો.
કલેક્ટરના આદેશ બાદ મામલતદાર કે.જી. ચુડાસમા અને સર્કલ ઓફિસર સહિતના કાફલાએ સ્થળ પર જઈ `આ જમીન સરકારી છે’ તેવા બોર્ડ મારી દીધા હતા. રેવન્યુ રેકોર્ડમાં પણ એવી નોંધ કરાવી હતી કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કબજો લેવાયો છે. અરજદાર પાળ દરબાર અમરિંસહજી જાડેજાએ અધિકારીઓએ હાઈકોર્ટના નામે ખોટું અર્થઘટન કરી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હોય આ અંગે એડવોકેટ મારફત નોટીસ આપવા છતાં તંત્રએ પોતાની ભૂલ સુધારી ન હતી.
અધિકારીઓના આ અક્કડ વલણ સામે અમરસિંહજી જાડેજાએ હાઈકોર્ટમાં ક્નટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે આ બાબતને ગંભીર ગણી કલેક્ટર પ્રભવ જોશી અને મામલતદાર કે.જી. ચુડાસમાને હાજર રહેવા નોટિસ ઈશ્યૂ કરી છે. આ કેસમાં અરજદાર પક્ષે એડવોકેટ વિકાસ શેઠ, મનિષ ભટ્ટ, હર્ષ પંડ્યા, મુંજાલ ભટ્ટ રોકાયેલા છે.
