Gujarat Budget : બજેટમાં ધરતીપુત્રો માટે અનેક મોટી જાહેરાત, ટ્રેક્ટરની ખરીદી પર રૂ. 1 લાખ સહાય, ખેડૂતોને બજેટમાં શું મળ્યું ?
નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભાનું 2025-26નું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના બજેટમાં કૃષિ વિભાગને લઇને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કૂલ 22498 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૨૪૯૮ કરોડની જોગવાઈ પાક કૃષિ વ્યવસ્થા
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે.
- Farmer Registry પ્રોજેકટ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- ખેડૂતોને વીજ સહાય માટે ₹૧૦૬૧૩ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઈઝેશન સહાય વધારવા માટે ₹૧૨૨ કરોડની જોગવાઇ.
- કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૫૯૦ કરોડની જોગવાઇ..
- કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹૮૨ કરોડની જોગવાઈ.

- રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં પશુ આરોગ્ય સેવાખોનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાથી પશુ હવાળા અને નવા ૧૫૦ કરતા પશુ દવાખાળા શરૂ કરવા માટે કુલ ₹ar કરોડની જોગવાઈ.
- ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ₹૨૩ કરોડની જોગવાઈ,
- રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ₹૧૩ કરોડની જોગવાઈ.
- પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાકી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ૨૧૨ કરોડની જોગવાઈ.