સરકારે આપી ‘દિવાળીની એડવાન્સ ગિફ્ટ’ : GSTમાં હવે 5 અને 18 ટકાના બે જ સ્લેબ : પહેલા નોરતાથી અમલ, જાણો શું સસ્તું અને શું મોંઘું થશે?
GST કાઉન્સિલની બુધવારે નવીદિલ્હીમાં 5૬મી મળેલી બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો અને દેશની જનતાને દિવાળીની ગિફ્ટ એડવાન્સમાં મોદી સરકારે આપી દીધી હતી. આમ જનતાને રોજ ઉપયોગમાં આવતી ચીજો, ખાવા-પીવાની ચીજો અને ખઘરવપરાશની ચીજો સસ્તી કરી દીધી છે. જ્યારે લકઝરી આઈટમો મોંઘી કરી છે. તંબાકુ, પાન-મસાલ, ગુટખા, સિગારેટ, લકઝરી કાર, દારૂ, કોલ્ડ્રીંક્સ અને ફાસ્ટફૂડ મોંઘા કર્યા છે. નાણામંત્રીએ રાત્રે આ નિર્ણયની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી હતી. GST માં હવે 4ના બદલે બે સ્લેબ 5 અને 18 ટકાના જ રાખવામાં આવ્યા છે.જ્યારે 12 અને 28 ટકાના સ્લેબ કાઢી નાખવામાં આવ્યા છે.
પહેલા નોરતાથી અમલ
નવા GST દર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. સૌથી મહત્વની વાત એ છે કે, હેલ્થ અને લાઈફ ઈન્સ્યુરન્સ પર ટેક્સ સમાપ્ત કરી દેવા અંગે સહમતી બની હતી. આમ, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મોટી રાહત આપી દેવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, “આ સુધારો સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને કરાયો છે. સામાન્ય લોકો દૈનિક ઉપયોગમાં વસ્તુઓ પર લાગતા દરેક ટેક્સની સમીક્ષા કરાઈ છે અને વધુ પડતાં કેસોમાં ટેક્સોમાં ભારે અછત આવી છે. ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની સાથો સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રને પણ લાભ થશે. રોટલી, પરાઠા, છેના પનીર પર કોઈ ટેક્સ નહીં લાગે. નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ચોકલેટ, કોફી પર 18% ના બદલે 5% ટેક્સ લાગશે. એર કંડિશનર, ટીવી, નાના વાહનો અને મોટરસાયકલ પર 18% ટેક્સ લાગશે.’
આ પણ વાંચો :જેઠાલાલની પહેલી પત્નીનો દાવો કરનાર ગુલાબોનું ઘર તૂટયું : લગ્નના 15 વર્ષ બાદ સિમ્પલ કૌલ પતિથી થશે અલગ
આમ આદમીનું જીવન ધોરણ સુધરશેઃ નરેન્દ્ર મોદી
કેન્દ્ર સરકારે આગામી ૨૨મી સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે GST ને સ્લેબમાં ફેરફાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે સરકારના નિર્ણયથી દેશની જનતાનું જીવન ધોરણ સુધરશે અને તમામ વર્ગના લોકોને રાહત થશે. તેમણે કહ્યું છે કે ૧5મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં ભાષણમાં જે જાહેરાત કરી હતી તેનો અમલ કરી બતાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે.
શું સસ્તું થશે?
અલ્ટ્રા હાઇ ટેમ્પ્રેચર દૂધ, છેના પનીર, પિત્ઝા બ્રેડ, રોટી અને પરોઠા ઉપરાંત કેન્સરની સારવારમાં ઉપયોગી 3 દવાઓ સહિત 33 દવાઓને ઝીરો GST સ્લેબમાં મુકાયા છે એટલે કે હવે આ પ્રોડક્ટ્સ પર કોઇ GST નહીં લાગે. માખણ, ઘી, ડ્રાય-ફ્રુટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, નારિયેળ પાણી, ફ્રુટ જ્યુસ, મિલ્ક ડ્રિક્સ, આઇસક્રીમ, ટ્રેકટર, કોર્ન ફલેક્સ તેમજ અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર ટેક્સનો દર 18% થી ઘટાડીને 5% કરાયું છે. ટૂથ પેસ્ટ, વાસણ, સાયકલ, વાંસના ફર્નિચર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ, બૂટ, કપડાં, શેમ્પૂ, હેર ઓઇલ સહિત અન્ય ઘરેલુ વસ્તુઓ પર હવે માત્ર 5% GST વસૂલાશે. સિમેન્ટ, નાના પેટ્રોલ-ડીઝલ કાર, 350 cc બાઇક, ટીવી, એર કન્ડિશનર, ડિશ વોશર પર ટેક્સ 28%થી ઘટાડીને 18% કરવામાં આવશે.
શું મોંઘું થશે?
લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઈક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ અને કોલ્ડ ડ્રીંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.
