નકલી દવાના દુષણ સામે સરકાર અંતે જાગી : રાજ્ય બહાર થી આવતી આવી દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરવાની જાહેરાત
ગુજરાત બહારથી નકલી અથવા ડુપ્લીકેટ દવાઓ મોટા પ્રમાણમાં આવી રહી છે અને મેડીકલ સ્ટોર્સ મારફત તેનું વેંચાણ થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ અંતે સરકાર જાગી છે અને આવી દવાઓની ચકાસણી માટે ખાસ પદ્ધતિ વિકસાવવાની જાહેરાત કરી છે. આવી નકલી દવાના ટેસ્ટીંગ માટે હાલમાં વડોદરામાં એક લેબ છે અને બીજી ત્રણ નવી લેબ ઉભી કરવામાં આવશે તેવી જાહેરાત
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી છે. અત્રે ઉલ્લેખની છે કે, રાજ્યમાં 5000 કરતાં વધારે દવાના ઉત્પાદકો અને 55000 કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાનો લાયસન્સ સાથે કાર્યરત છે.
SOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, તાજેતરમાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં મેડીકલ સ્ટોર્સમાં દરોડા પાડીને આવી 17 લાખ રૂપિયાની નકલી દવા પકડી હતી.

ગુજરાતમાં રાજ્ય બહારની બનાવટી/સ્પુરીયસ/કાઉન્ટરફીટ દવાઓ અટકાવવાની દિશામાં સરકાર સઘન કામગીરી હાથ ધરશે.
રાજ્યનું ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર અને કેન્દ્ર સરકારનું CDSCO દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે સતત મોનીટરીંગ કરે છે.જેથી કરીને રાજ્યના નાગરીકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતી કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે નહી.
આ પણ વાંચો : RBI MPC Meeting: ટેરિફ તણાવ વચ્ચે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, RBIની જાહેરાત, EMIમાં નહિ થાય ઘટાડો
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે ૬ કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી. જેમાં આશરે 75 વ્યક્તિ / પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી જેની સામે કાર્યવાહી કરાઇ છે.
આ પણ વાંચો : ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે ઇલુ-ઇલુ? બન્નેનો વીડિયો ખૂબ વાયરલ થતા ડેટિંગની અફવાએ જોર પકડ્યું
રાજ્યમાં નકલી/સ્પુરીયસ/બનાવટી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. તથા On site Testing (સ્થળ પર જ ટેસ્ટીંગ) ને વધુ ઘનીષ્ઠ કરવા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્સ ટેકનોલોજી) ના 10 સેટ પણ ખરીદવા જઈ રહી છે.
નકલી દવાઓ સસ્તી અને બીલ વગર વેંચાય છે
તંત્રને વધુ સક્ષમ કરવા તથા નકલી દવાઓને અન્ય રાજ્યમાંથી આવતી અટકાવવા માટે ટ્રાન્સપોટર / કુરીયર એજન્સી જાણે અજાણે સામેલ હોય છે અને મોટેભાગે દવાઓ લાયસન્સ વગરની જગ્યાએથી/બિલ વગર/ બિલથી/ કેશથી/ કેશ મેમો વગર અસલી દવા કરતા ખુબ જ ઓછી કિંમતે (10-50% ભાવથી) વેચાણ થતી હોય છે. જેને અટકાવવાની કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે ડીપાર્ટમેન્ટમાં એક બ્રેઈન સ્ટોર્મીંગ ચાલી રહ્યુ છે. તથા સ્ટેક હોલ્ડરના ઈનપુટ મેળવવામાં આવી રહ્યા છે. જે મેળવીને ગુજરાતમાં ડુપ્લીકેટ/ બાનાવટી/ કાઉન્ટર ફીટ દવા સામે ઝીરો ટોલરંન્સ ધ્યાને રાખીને SOP (સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોઝીઝર) તૈયાર કરવામાં આવશે.
