- બે જિલ્લા વચ્ચે દોડાવાશે વંદે મેટ્રો ટ્રેન
- સાબરમતી રેલવે સ્ટેશને ટ્રાયલ માટે પહોંચી
અમદાવાદ
ભારતીય રેલવે દ્વારા રાજ્યને એક ખાસ સુવિધાની ભેટ આપવામાં આવનાર છે. રાજ્યમાં વંદે ભારતની જેમ હવે વંદે મેટ્રો ટ્રેન પણ દોડશે.રાજ્યનાં બે જિલ્લાઓ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનની સુવિધા આપવામાં આવશે. જો કે, આ બે જિલ્લા કયા હશે તે અંગે હાલ માહિતી સામે આવી નથી. કહેવામાં આવ્યું છે કે, વંદે મેટ્રો ટ્રેનનાં ટ્રાયલ રન બાદ આ અંગે નિર્ણય લેવાશે.વંદે મેટ્રો ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ટ્રાયલ માટે પહોંચી હતી.હવે આવનારા થોડા જ દિવસોમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાશે.
માહિતી મુજબ, વંદે મેટ્રો ટ્રેનમાં પણ વંદે ભારત ટ્રેન જેવી જ સુવિધાઓ મળશે. વંદે મેટ્રોનું લુક પણ વંદે ભારત જેવું જ છે. જો કે,વંદે મેટ્રોનાં રૂટ, સુવિધાઓ અને ભાડા અંગેની માહિતી રેલવે વિભાગ દ્વારા હાલ આપવામાં આવી નથી. એક વાર સફળતાપૂર્વક વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ થઈ જશે, ત્યાર બાદ આ અંગે સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવશે.