દિવાલી એટલે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરતું પર્વ….. દીપાવલીના પર્વ પર ‘વોઇસ ઓફ ડે’ના ખાસ શુભેચ્છક,વાંચક અને રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રેસિડન્ટ મયુરભાઈ આડેસરાએ સોનાની લગડી પર વિશેષ દિવાળીની શુભેચ્છા તૈયાર કરી હતી. જેમાં સૌથી વધુ લગડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કલાકોની જહેમત બાદ મયુરભાઈ અને સચિનભાઈ આડેસરાએ તેમના પિતા દીપકભાઈના માર્ગદર્શન હેઠળ એક કિલો ગોલ્ડથી “વોઇસ ઓફ ડે” આજનો અવાજ-આપનો અવાજનું માસ્ટહેડ તૈયાર કર્યું હતું. મયુરભાઈ એ જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં ગ્લોસી પેપર,અદભુત લે-આઉટ સાથેનું સંપૂર્ણ કલરફૂલ પેપરએ રાજકોટવાસીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવવું છે ત્યારે દિવાળીના પર્વ પર એક વાંચક તરીકે અમે પણ કંઈક અલગ અને અનોખી શુભકામના આપવા ઈચ્છતા હતા. જેથી 1 કિલો સોનાની લગડીમાંથી દિપાવલીની વિશેષ શુભકામના તૈયાર કરી છે.