સોના-ચાંદીમાં તેજી: દશેરા પૂર્વે 10 ગ્રામનાં 1,20,000ની સપાટીએ, એક જ દિવસમાં રુ.1500નો ઉછાળો
સોનુ અને ચાંદી સડસડાટ ચાલી રહ્યું છે.એકધારી તેજી બંને ધાતુમાં આવી છે. દશેરાની પૂર્વ સંધ્યાએ સોનાના ભાવમાં જબરો ઉછાળો આવ્યો છે. એક જ દિવસમાં 1500 રૂપિયા ના ઉછાળા સાથે સોનાનો ભાવ સૌથી ઊંચી સપાટીએ આવ્યું છે. ઇન્ડિયન બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,18,000 જ્યારે રાજકોટની માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,20,000 એ પહોંચ્યો છે.જ્યારે ચાંદીમાં ભાવ ટોચની સપાટીએ પહોંચીને થોડું કરેક્શન આવ્યું છે.ચાંદીનો ભાવ 1,45 લાખની ટોચે પહોંચ્યો છે.
ચાલુ સપ્તાહના બીજા દિવસે પણ સોનુ અને ચાંદીનાં ભાવ નવી ઓલ ટાઈમ સપાટીએ પહોંચ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 50,000 નો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ 60,000 નો વધારો થયો છે અને આ તેજી લગાતાર રીતે આગળ વધી રહી છે.
આ પણ વાંચો :2008 મુંબઈ આતંકી હુમલો : સરકાર પર અમેરિકાનું દબાણ હોવાથી PAK સામે કાર્યવાહી કરવામાં આવી નહીં, કોંગી નેતા ચિદમ્બરમની કબૂલાત
ગોલ્ડમેનની આગાહી મુજબ બેન્કએ આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔસ 5000 ડોલર એ રાખવાનો નક્કી કર્યા છે. ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ આ ભાવ પ્રતિ 10 ગ્રામએ 1,55,000 એ પહોંચી જશે. આવતીકાલે દશેરા નો પવિત્ર તહેવાર હોય આ દિવસે સોના ચાંદીની શુકનભીની ખરીદી કરવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં વધતા ભાવોની આગાહી વચ્ચે ઘણા લોકોએ અગાઉથી બુકિંગ કરાવી ખરીદી દશેરાના દિવસે કરીને શુકન સાચવી લેશે.
