સોના-ચાંદીનાં ભાવ ઘટતાં સોની બજારને “લાભપાંચમ” : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ખરીદીનો ઝગમગાટ
દિવાળીના તહેવાર બાદ લાભપાંચમનાં શુભ દિવસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ફરી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. સોનાં અને ચાંદીનાં ભાવમાં દિવાળીના તુલનાએ ઘટાડો આવતા ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી.
રાજકોટના સોની બજાર, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્તારનાં જ્વેલરી શોરૂમમાં સવારથી જ ગ્રાહકો જોવા મળ્યા હતા.ઘણા લોકો લાભપાંચમને શુભ માનતાં નવા આભૂષણોની ખરીદી કરી રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું કે,દિવાળીની બાદ પણ આજનો દિવસ સોનાચાંદીના વેપારીઓ માટે લાભદાયી રહ્યો છે.
દિવાળીના તહેવારમાં ભાવ ઊંચા જતા ઘણા ગ્રાહકો રાહ જોઈ રહ્યા હતા, જે આજે ઘટાડા સાથે બજારમાં આવ્યા. આજે 10 ગ્રામ સોનાનો ભાવ અગાઉની સરખામણીએ પ્રતિ 10,000રૂપિયા જેટલો ઘટ્યો હતો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 30,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો :રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
શુભ મુહૂર્તમાં ખાસ કરીને લગ્નગાળાની મોસમ શરૂ થવાની હોય નવા આભૂષણોની ખરીદી કરી હતી.રવિવારે સોનીબજારમાં મોટાભાગની દુકાનોએ 2 કલાક તો અમુક શો રૂમ આખો દિવસ ચાલુ રહ્યા હતાં
