Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાત

ગુજરાતના MSME માટે ખુલશે વૈશ્વિક બજાર: MSME અને નાના કારીગરો માટે વૈશ્વિક તકોનો રોડમેપ તૈયાર

Thu, August 20 2026

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ સતત વૈશ્વિક મંચ પર ગુજરાતની ઉપસ્થિતિ મજબૂત કરી રહ્યું છે. અમેરિકા અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસના ચોથા દિવસે સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત બાદ મુખ્યમંત્રી વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. અહીં તેમણે વૈશ્વિક રિટેલ દિગ્ગજ વોલમાર્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના અસંખ્ય નાના ઉદ્યોગો અને કારીગરોને આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડવાનો છે, જે આવનારી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૭ માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સાથે વન-ટુ-વન બેઠક

વોશિંગટન ડી.સી. ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ યુત ડેન બ્રાયન્ટ સાથે સઘન મંત્રણા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના વિશાળ એમ.એસ.એમ.ઈ. (MSME) ક્ષેત્રને સક્ષમ બનાવવા અને તેની ગુણવત્તામાં સુધારો કરીને વૈશ્વિક સ્તરે નિકાસ વધારવા અંગે સવિસ્તર ચર્ચા થઈ હતી. વોલમાર્ટના અધિકારીએ માહિતી આપી હતી કે તેમની કંપની દ્વારા ‘વૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૧.૧૫ લાખથી વધુ MSMEને તાલીમ આપવામાં આવી છે, તેમજ ૨૦૨૮ સુધીમાં ૧.૭૦ લાખ એકમોને તાલીમબદ્ધ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ઝેરી દારૂનો કહેર: લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પોલીસે સ્વીકાર્યું – દારૂ શહેરમાં જ બન્યો હતો!

વાયબ્રન્ટ સમિટ-૨૦૨૭ માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવાની દિશા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને વોલમાર્ટ સંયુક્તપણે વર્કશોપનું આયોજન કરે તેવી હિમાયત કરી હતી, જેથી એમ.એસ.એમ.ઈ. સેક્ટરની ક્ષમતાઓને યોગ્ય દિશા મળી શકે. આગામી ૩ થી ૪ મહિનાની અંદર આ નાના કારીગરો અને ઉદ્યોગો વૈશ્વિક બજાર સુધી પહોંચી શકે તે માટે પરસ્પર સંકલન સાથે કામ કરવા પર સહમતિ સાધવામાં આવી હતી. ખાસ કરીને, આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૭ દરમિયાન આ સમગ્ર આયોજનનો એક સ્પષ્ટ અને પરિણામલક્ષી રોડમેપ જાહેર કરવા માટે ઉચ્ચસ્તરીય મંત્રણાઓ ફળદાયી રહી હતી.

ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની ઉપસ્થિતિ

આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાતના વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને વેગ આપવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિતના મહાનુભાવોએ ચર્ચાઓમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વન-ટુ-વન બેઠક ગુજરાતના લોકલ ઇકોસિસ્ટમને ગ્લોબલ સ્તરે લઈ જવામાં અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થશે. વોલમાર્ટ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ સાથેના આ સહયોગથી રાજ્યના નાના કારીગરો અને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો માટે નિકાસના નવા દ્વાર ખુલશે, જે ‘આત્મનિર્ભર ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ના સ્વપ્નને વધુ મજબૂતી પૂરી પાડશે.

Share Article

Other Articles

Next

ભાવનગરમાં ઝેરી દારૂનો કહેર: લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પોલીસે સ્વીકાર્યું – દારૂ શહેરમાં જ બન્યો હતો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ગુજરાતના MSME માટે ખુલશે વૈશ્વિક બજાર: MSME અને નાના કારીગરો માટે વૈશ્વિક તકોનો રોડમેપ તૈયાર
51 મિનિટutes પહેલા
ભાવનગરમાં ઝેરી દારૂનો કહેર: લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો, પોલીસે સ્વીકાર્યું – દારૂ શહેરમાં જ બન્યો હતો!
1 કલાક પહેલા
વડોદરામાં ઓટોમેટિક બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષીય માસૂમનું કરૂણ મોત, 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ
2 કલાક પહેલા
હોકી વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન પર પંજો: 5-3થી ધૂળ ચટાડી આગલા રાઉન્ડમાં પહોંચ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3480 Posts

Related Posts

ન્યારાની કિંમતી જમીન અંગેની રીવીઝન અરજી નામંજુર કરતા કલેકટર પ્રભવ જોશી
રાજકોટ
1 વર્ષ પહેલા
PM મોદી દક્ષિણ આફ્રિકાના બે દિવસીય પ્રવાસે જશે
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
અમેરિકામાં હવે યુવાનો બંદૂક ખરીદી નહીં શકે, જાહેર સ્થળો પર પોતાની સાથે બંદૂક લઈ જવા પર પ્રતિબંધ, નવો બંદૂક કાયદો જાહેર કરતી સરકાર
Breaking
3 વર્ષ પહેલા
રાજકોટનું હીરાસર એરપોર્ટ બન્યું સૌરાષ્ટ્રનું એવિએશન હબ :  2025માં 7190 ફ્લાઈટ ઓપરેશન, પેસેન્જર ટ્રાફિકમાં ઐતિહાસિક વધારો
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર