બોનસ આપો: પૂર, હોનારત, ભૂકંપ સમયે રાત દિવસ જોયા વગર કામગીરી કરનાર વિદ્યુત સહાયકોને બોનસ ચૂકવવા ઉર્જા મંત્રી સમક્ષ માંગ
રાજ્યની જુદી-જુદી વીજ કંપનીમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયક કેડરના તેમજ ઈલેક્ટ્રિક આસીસ્ટન્ટ કેડરના કર્મચારીઓને બેઝિક અને સ્ટાઇપેન્ડમાં ફેરફારને કારણે બોનસ મળી ન શકે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હોવાથી વિદ્યુત સહાયક કેડરના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના નેજા હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજુઆત કરી તમામ વિદ્યુત સહાયક અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને દિવાળી બોનસ ચૂકવવા માંગ કરવામાં આવી છે.
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની આગેવાની હેઠળ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જીયુવીએનએન તેને તાબાની છ સબ-સીડરી કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમનો બેઝિક અને ડીએ 21000થી ઓછા હોય તેવા કર્મચારીઓને બોનસ ચૂકવવા પરિપત્ર કર્યો છે. જો કે, આ પરિપત્રમાં 21 હજારથી વધુ હોય તેવા કર્મચારીઓ એટલે કે, વર્ષ 2024-2 માં વિદ્યુત સહાયક કેડરના ઈલે.આસી.ની કેડરમાં ત્રીજા વર્ષમાં ફરજ બજાવતા અને જૂની.આસી. અને પી.એ.-1ની કેડરમાં પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં ફરજ બજાવતા કેડરના ટેકનિકલ અને નોન-ટેકનિકલ કેડરના કર્મચારીઓને બોનસ મળવાપાત્ર ન હોવાથી કર્મચારીઓ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીને રજુઆત કરી તમામને બોનસ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો :રાજકોટના આસામીને ખેડૂત પ્રમાણપત્ર આપવાની અપીલ નામંજુર કરતા કલેકટર : આટકોટમાં 1967માં તમામ જમીન વેચી નાખતા ગુમાવ્યો દરજ્જો
રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે તમામ વીજ કંપનીઓએ કરોડોનો નફો કરવાની સાથે લાખો રૂપિયા સીઆરએસ ફંડમાં આપવામાં આવી રહ્યા હોય પૂર, હોનારત, ભૂકંપ અને વાવાઝોડા સમયે રાત દિવસ જોયા વગર કામગીરી કરનાર કર્મચારીઓને બોનસનો લાભ આપવા માંગ ઉઠાવી હતી.
