ગરમીમાં શેકાવા તૈયાર રહેજો !! આગામી 5 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, વાંચો હવામાન વિભાગની આગાહી
ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા હોવા છતાં રાજકોટ સહિત રાજ્યમાં આગામી ૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનો પારો બેઠી ત્રણ ડિગ્રી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજીતરફ રાજકોટમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીના વધારા સાથે શુક્રવારે મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી રહ્યું હતું.
જે રાજ્યમાં સૌથી વધુ રહ્યું હતું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ગરમી વધશે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી તા.રજી એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં રથી ૩ ડિગ્રીનો વધારો
થશે. જો કે, લઘુતમ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થવાની સાથે રાત્રી દરમિયાન વાતાવરણ ઠંડુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું હતું. રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી, વેરાવળમાં ૩૬.૬, અમરેલીમાં ૩૬.૫, વડોદરા, કંડલા, દીવ અને પોરબંદરમાં ૩૬.૪, સુરતમાં ૩૬.૨,અમદાવાદમાં ૩૬, ગાંધીનગરમાં ૩પ.૮, ભુજમાં ૩૫.૬, નલિયામાં ૩૫.૫, ભાવનગરમાં ૩૫.૨, દ્વારકામાં ૩૪.૭ અને ડીસામાં ૩૪.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.