ઓખા-ગુવાહાટી, ગાંધીધામ-કામખ્યાઅને ઓખા-નાહરલાગુન ટ્રેન બે મહિના માટે રદ
વારાણસીરેલવેની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેનના આવાગમન ઉપર અસર
ઉત્તર રેલવેના વારાણસી રેલવે યાર્ડમાં રિમોડેલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણેરાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગુવાહાટી,ગાંધીધામ-કામખ્યા,ઓખા-નાહરલાગુનટ્રેનના આવાગમન ઉપર અસર થસે અને આ ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે.
રાજકોટ રેલવે ડિવિઝનની જે ત્રણ ટ્રેન રદ કરવામાં આવી છે તેમાં તા 15, 22 અને 29 સપ્ટેમ્બર અને 6 અને 13 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15635 ઓખાથી ગુવાહાટી જતી દ્વારકા એક્સપ્રેસ તેમજ તા 11મી, 18મી અને 25મી સપ્ટેમ્બર અને 2જી અને 9મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટીથી ઓખા આવતી દ્વારકા એક્સપ્રેસ રદ્દકરવામાં આવી છે. તેમજ તા 23 અને 30 સપ્ટેમ્બર અને 7 અને 14 ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ રિટર્ન આવનારી
તા 20મી અને 27મી સપ્ટેમ્બર અને 4થી અને 11મી ઓક્ટોબર 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રદ્દકરાઇ છે.ઉપરાંત તા 19મી અને 26મી સપ્ટેમ્બર અને 3જી અને 10મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ અને રિટર્ન આવતી તા 23મી અને 30મી સપ્ટેમ્બર અને 7મી અને 14મી ઓક્ટોબર, 2023ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશિયલ રદ્દકરવામાં આવી છે.
