મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબકયા, 2 લોકોના મોત, રેસ્ક્યૂ કામગીરી ચાલુ
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ મોટી દુર્ઘટના થવાની ઘટના સામે આવી છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબકયા હતા. આજે વહેલી સવારે 9 વાગ્યે આ ઘટના બની હતી જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અનેક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બ્રિજ તૂટતાં ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા તેમજ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ મામલે અમિત ચાવડાએ વિડીયો શેર કરીને તાત્કાલિક બચાવ કામગીરી કરવા તંત્રને રજૂઆત કરી હતી.
શું છે સમગ્ર ઘટના?
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પુલ 45 વર્ષ જૂનો હતો. વડોદરા-આણંદને જોડતો આ ગંભીરા પુલ ભારે ટ્રાફિક હતો ત્યારે તૂટી પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રક અડધા તૂટેલા પુલ પર લટકતો જોવા મળી રહ્યો છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
પુલ તૂટી પડવાને કારણે બે ટ્રક અને એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહિસાગર નદીમાં પડી ગયા. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે છે. ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે છે. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે. પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. આ પુલને સામાન્ય રીતે સુસાઇડ પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025
આ પણ વાંચો : Bigg Bossને 1 નહીં પણ 4 હોસ્ટ મળશે, 5 મહિના સુધી મળશે નોનસ્ટોપ મનોરંજન, સિઝન 19ને લઈને આવ્યું મોટું અપડેટ
ગંભીરા બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. જેનું નિર્માણકાર્ય 1985માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે. માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ સ્થાનિકો દ્વારા આ બ્રિજનુ સમારકામ કરવાની માંગ કરવામાં આવી ત્યારે સમારકામ પણ ન થયું અને જર્જરિત હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.