ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવું, શ્રીલંકાએ 1 બોલમાં 2 વિકેટ ગુમાવી!
બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે `હાઈવોલ્ટેજ ડ્રામા’: ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બેટરને અપાયો ‘ટાઈમઆઉટ’: બાંગ્લાદેશને એક જ દડે મળી ગઈ બે વિકેટ
ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં અનેક રોમાંચક મેચની સાથે સાથે વિવાદ પણ સામે આવ્યા છે. આ ટુર્નામેન્ટ વચ્ચે આજે એક ઐતિહાસિક કહી શકાય એવો વિવાદ સામે આવ્યો હતો અને તેમાં શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ‘ ટાઈમ આઉટ ‘ આપવામાં આવ્યો હતો.
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં જે બન્યું છે તે અગાઉ ક્યારેય ન બનતાં ક્રિકેટરસિકો પણ વિચારતા થઈ ગયા છે. શ્રીલંકા-બાંગ્લાદેશ મેચ દરમિયાન શ્રીલંકાના અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુઝને `ટાઈમઆઉટ’ આપવામાં આવ્યો હતો. મેદાન પર મેથ્યુઝ ખોટો હેલ્મેટ લઈને આવી ગયો હતો જે પછી તેણે પોતાની ટીમના ડગઆઉટમાં ઈશારો કર્યો કે તેના માટે બીજો હેલ્મેટ લાવવામાં આવે. આ બધાની વચ્ચે સમય વધુ થઈ ગયો હતો જેના કારણે અમ્પાયરે મેથ્યુઝને આ અંગે વાત કરી હતી. બીજી બાજુ બાંગ્લાદેશથી ખેલાડી આ વાતથી ખુશ ન્હોતા અને તેમણે અમ્પાયરને ટાઈમ આઉટની અપીલ કરી જે પછી અમ્પાયરે આ અપીલ સ્વીકારીને મેથ્યુઝને આઉટ આપ્યો હતો. આ નિર્ણયથી મેથ્યુઝ નારાજ થયો હતો અને ગુસ્સાથી અમ્પાયર સાથે જીભાજોડી પણ કરી હતી.
આ ઘટના ૨૫મી ઓવરમાં બની હતી. બોલીગમાં બાંગ્લાદેશનો કેપ્ટન અને સ્પિનર શાકિબ અલ હસન હતો અને બીજા જ બોલમાં સદીરા સમરવિક્રમા કેચ આઉટ થયો હતો અને પછી એન્જેલો મેદાન ઉપર આવ્યો હતો. આ દરમિયાન જ આ ગરબડ થઇ હતી. હેલ્મેટ લેવામાં વાર લગાડતા શકીબે અમ્પાયરને ટાઈમ આઉટની અપીલ કરી હતી .
નિયમ પ્રમાણે બેટરના આઉટ થયા બાદ બીજા બેટરે ક્રિઝની અંદર ત્રણ મિનિટની અંદર પહોંચવાનું હોય છે પરંતુ મેથ્યુઝ મેદાન પર તો પહોંચી ગયો. જો કે ક્રિઝ પર સમયસર પહોંચી શક્યો ન્હોતો. શ્રીલંકન બેટરે મેદાન વચ્ચે જ અટકીને બીજી હેલમેટની માંગ કરી હોવાથી વધુ સમય લાગી ગયો હતો અને અમ્પાયરે તેને ટાઈમ આઉટ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી ઘટના પહેલી વાર બની હતી.
વિકેટ પડવા અથવા બેટરના રિટાયર્ડ હર્ટ થયા બાદ આવનારા બેટરે ત્રણ મિનિટમાં ક્રિઝ સુધી પહોંચવાનું હોય છે અને બોલને રમી લેવાનો હોય છે. જો આવું ન બને તો વિરોધી ટીમ બેટરને ટાઈમ આઉટ આપવાની અપીલ કરી શકે છે અને અમ્પાયર બેટરને આઉટ આપી શકે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવી છ ઘટના
-એન્ડ્ર્યુ જોર્ડન, પોર્ટ એલીઝાબેથ ૧૯૮૭-૮૮
-હેમુલાલ યાદવ, ત્રિપુરા-ઓરિસ્સા ૧૯૯૭
-વીસી દ્રેક્સ, બોર્ડર-ફ્રી સ્ટેટ ૨૦૦૨
-એ.જે. હેરીસ, નોટિંઘમશાયર -ડરહમ ૨૦૦૩
ર-યાન ઓસ્ટિન વિન્ડવર્ડ-કમ્બાઇન્ડ કોલેજ ૨૦૧૩
-સી.કુંજે, માટાબેલેલેન્ડ-પર્વતારોહી ૨૦૧૪